
ગીર ની ખેતીવાડી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરમાં ચોમાસાની વહેલી સવારે આ મનોહર દ્રશ્યોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા…. ૐ નમઃ શિવાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 194 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરનો છે.”
FACEBOOK | FB VIDEO ARCHIVE | FB POST ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ઈન્ટરનેટ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઈન્ટરનેટ પર વિડિયો વિવિધ શહેરોના નામ ફરી રહ્યો હતો. કોઈ કહે છે કે આ વીડિયો ગુજરાતનો છે જ્યારે કોઈ કહી રહ્યો છે કે આ વિડિયો રૂષિકેશનો છે.
આ વિડિયો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભર તીર્થનો હોવાનું 15મી જુલાઈએ શેર કરવામાં આવ્યો હતો. એક ટ્વિટમાં એવું કહેવામાં આવ્યું હતું કે મોર ત્યાંના શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન મંદિર પર બેઠો હતો. (જો કે, આ વિડિઓની પુષ્ટિ થઈ નથી.)
મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરનો ફોટો જોઈ શકો છો. વાયરલ વીડિયોમાં મંદિરના બંધારણ અને ખડકેશ્વર મંદિર વચ્ચે કોઈનો ફરક તમે જોતાની સાથે જ દેખાય આવશે જે તમે નીચે જોઈ શકો છો.
ખડકેશ્વર મંદિરનો ધ્વજ શિખર કરતાં ઓછો છે, જ્યારે મોરના વીડિયોમાં આધારસ્તંભ શિખર કરતા ઉંચો છે. ખડકેશ્વર મંદિર ઉપર ભગવો ધ્વજ છે. જ્યારે વાયરલ વિડિઓમાં ધ્વજ લાંબો અને રંગીન છે.
નીચે તમે બંને સ્તંભ વચ્ચેની સરખામણી જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરનો નથી.
તો આ વિડિઓ ક્યાનો હોઈ શકે છે?
આ વિડિયો ક્યાંનો છે તે હજુ સુધી સ્પષ્ટ જાણી શકાયુ નથી પરંતુ, વિડિયોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી, અમે આ નિષ્કર્ષ પર આવ્યા છે કે આ એક જૈન મંદિર છે.
ઉદાહરણ તરીકે, વિડિયોમાં મંદિર પરનો ધ્વજ જૈન મંદિર હોવા તરફનો નિર્દેશ કરે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, મંદિરના શિખર પર મોર બેઠો હોવાનો વીડિયો ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરનો નથી. આ વિડિયો જૈન મંદિરનો છે.

Title:શું ખરેખર પોસ્ટનો આ વિડિયો ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરનો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
