ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન જય શ્રી રામ ગીત વગાડવામાં આવ્યું ન હતું, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

Altered આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

આ વીડિયો ડિજીટલ એડિટ કરવામાં આવ્યો છે. તેમાં જય શ્રી રામ ગીત વાગતું નથી. આ વીડિયો જૂનો છે.

હાલમાં જ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ રમાઈ હતી. તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે ડીજે એ ગીત “ભારત કા બચ્ચા બચા જય જય શ્રી રામ બોલેગા” વગાડ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં જય શ્રી રામ ગીત વગાડવામાં આવ્યું હતું.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

પ્રહાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં જય શ્રી રામ ગીત વગાડવામાં આવ્યું હતું.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ડીજે વિશાલ જોધપુર નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર 5 ડિસેમ્બર, 2022ના રોજ શેર કરવામાં આવેલો સમાન વીડિયો મળ્યો હતો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, આ વીડિયો જોધપુરમાં આયોજિત લિજેન્ડ લીગ ક્રિકેટ મેચનો છે. જોધપુરના બરકતુલ્લા ખાન સ્ટેડિયમનો આ વીડિયો છે.

આ પછી અમે આ યુઝર્સની વધુ તપાસ કરી. ત્યાં અમે આના જેવા જ વધુ વીડિયો જોયા. તમે નીચે તે વીડિયો જોઈ શકો છો. 

આ તમામ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે આ વીડિયો જોધપુરના બરકતુલ્લા ખાન સ્ટેડિયમમાં આયોજિત લિજેન્ડ લીગ ક્રિકેટ મેચના ત્રીજા દિવસનો છે.

તમે જોઈ શકો છો કે વાયરલ થઈ રહેલો વીડિયો ઉપર આપેલા વીડિયોને લિંક કરીને બનાવવામાં આવ્યો છે. 

આ પછી, વીડિયોમાં આપવામાં આવેલી માહિતીને ધ્યાનમાં રાખીને, અમે ગૂગલ પર કીવર્ડ્સ સર્ચ કર્યા. ત્યાં અમને ઇનસાઇડસ્પોર્ટ નામની વેબસાઇટ પર 29 સપ્ટેમ્બર, 2022ના રોજ આપવામાં આવેલ રિપોર્ટ મળ્યો. તેમાં જોધપુરના બરકતુલ્લા ખાન સ્ટેડિયમમાં આયોજિત લિજેન્ડ લીગની ક્રિકેટ મેચ વિશે માહિતી આપવામાં આવી છે. તેના પરથી કહી શકાય કે આ વીડિયો વર્ષ 2022નો છે.

અમે આ વાતની પુષ્ટિ કરવા માટે ડીજે વિશાલનો સંપર્ક કર્યો. તેણે અમને કહ્યું કે, “આ વીડિયો એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચનો નથી. ગયા વર્ષે જોધપુરમાં આયોજિત લિજેન્ડ લીગ ક્રિકેટની આ વાત છે. આ વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો ડીજીટલ એડિટ કરવામાં આવ્યો છે. અને આ વીડિયો એશિયા કપ 2023ની ભારત-પાકિસ્તાન મેચનો નથી. પરંતુ આ એક જૂનો વિડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન જય શ્રી રામ ગીત વગાડવામાં આવ્યું ન હતું, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: Altered

Leave a Reply