
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમનદીની ટક્કર બાદ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પર્વતો વચ્ચે હિમસ્ખલન જોવા મળી શકે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હિમપ્રપાતનો વિડિયો રવિવારે ચમોલીમાં હિમનદી ભંગાણની ઘટનાનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયો ઉત્તરાખંડના ચમોલીનો નથી. વિડિયો 11 જાન્યુઆરી 2021 નો છે અને તે નેપાળના કપુશે ગ્લેશિયર તળાવમાં હિમપ્રપાતનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
LIVE Ahmedabad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ હિમપ્રપાતનો વિડિયો રવિવારે ચમોલીમાં હિમનદી ભંગાણની ઘટનાનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈનસ્ટાગ્રામ પર આ વિડિયો 11 જાન્યુઆરી 2021ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેના કેપ્શનના લખવામાં આવ્યુ હતુ કે, “કપુશે તળાવ પર વિશાળ હિમપ્રપાત” આ વિશાળ હિમપ્રપાતનો સંપૂર્ણ વિડિયો અહીં આવી રહ્યો છે, આ ક્ષણને પકડવા માટે કપુશે તળાવ (વિશ્વની સૌથી નીચી એલ્ટિટ્યુડ ગ્લેશિયર તળાવ) પર રાતોરાત પસાર કરવો પડ્યો હતો અને આખરે તેનું પરિણામ ચૂકવાઈ ગયું છે.
આ ક્લુને ધ્યાનમાં લઈ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 11 જાન્યુઆરી 2021ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલો આ ઘટનનો સૌથી લાંબો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “કપુશે તળાવ પરના વિશાળ હિમપ્રપાતનો વિડિયો છે.”
વિડિયોના વર્ણનમાં કપુશે તળાવ સિક્લેસ ખાતે “વિશાળ હિમપ્રપાત (હિમ નદી)નો ઉલ્લેખ છે. કપુશે ગ્લેશિયર સરોવર સમુદ્ર સપાટીથી 2546 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. તે અન્નપૂર્ણા ક્ષેત્રમાં કાસ્કી જિલ્લાના નાના ગામ સિક્લેસની અંદર આવેલું છે. આ તળાવને વિશ્વનું સૌથી નીચું ગ્લેશિયર તળાવ જાહેર કરાયું છે. આ ક્ષણને પકડવા માટે અમારે આખી રાત તળાવ નજીક વિતાવવી પડી હતી અને આખરે અમે ફિલ્માંકન કરી રહ્યા હતા અને અચાનક હિમપ્રપાત શરૂ થઈ, બાકી આ ઇતિહાસ છે.”
અમને 26મી જાન્યુઆરી 2021ના મિડિયા અહેવાલો પણ મળ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિડિયો નેપાળનાં ગાંડાકીનાં પાર્ચેનો છે. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ઘટના 11 મી જાન્યુઆરી 2021 ના રોજ બની હતી. રિપોર્ટમાં સ્લાઇડમાં મોકલવામાં આવેલા કાર્યકરોની ચીસો પાડતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ સદભાગ્યે કોઈને ઈજા પહોંચી ન હતી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિડિયો ઉત્તરાખંડના ચમોલીનો નથી. વિડિયો 11 જાન્યુઆરી 2021 નો છે અને તે નેપાળના કપુશે ગ્લેશિયર તળાવમાં હિમપ્રપાતનો છે.

Title:શું ખરેખર ઉત્તરાખંડના ચમોલીમાં થયેલ ગ્લેશિયરનો આ વિડિયો છે…?
Fact Check By: Yogesh KariaResult: False
