મફતમાં દારુના વિતરણનો જૂનો વીડિયો ખેડૂત આંદોલનના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દારુના વિતરણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કિસાન આંદોલનનો છે જ્યાં ભીડ એકઠી કરવા માટે જમવાનું અને દારુ મફતમાં આપવામાં આવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એપ્રિલ 2020 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ વીડિયોને ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rocky Bhai Hindu નામના ફેસબુક યુઝર દ્વારા 8 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ પીધલીઓની જમાત કિસાન આંદોલનને ટેકો આપવા નીકળ્યા છે. ભીડ ભેગી કરવા જમવાનુ મફત દારૂ મફત.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કિસાન આંદોલનનો છે જ્યાં ભીડ એકઠી કરવા માટે જમવાનું અને દારુ મફતમાં આપવામાં આવી રહ્યો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને BMTV નામના યુટ્યુબ યુઝર દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 11 એપ્રિલ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, લોકડાઉનમાં ગરીબોને મફતમાં બિયર અને દારુનું વિતરણ કરવામાં આવ્યું.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો કેટલાક ફેસબુક યુઝર દ્વારા પણ એપ્રિલ 2020 માં ફેસબુક પર શેર કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. *Gym Jan De Shaukeen Punjabi* | The Trending India
જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવા કૃષિ બિલને સપ્ટેમ્બર 2020 માં મંજૂરી આપવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. zeenews.india.com | gujarati.news18.com
ઉપરોક્ત સંશોધન પરથી એ સપષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો નવા કૃષિ બિલને મંજૂરી મળી એ પહેલાંનો છે. ખેડૂતો દ્વારા સપ્ટેમ્બરમાં બિલને મંજૂરી મળી પછી જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એપ્રિલ 2020 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ વીડિયોને ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.
Title:મફતમાં દારુના વિતરણનો જૂનો વીડિયો ખેડૂત આંદોલનના નામે વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False