જમ્મુ નેશનલ હાઈવે 44ના નામે વાયરલ થઈ રહેલ તસ્વીર ખરેખર ચીનના ગાસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ વેની તસ્વીર છે.

એક હાઈ-વેના ડ્રોન કેમેરાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જમ્મુ નેશનલ હાઈવે 44 નો આ ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhagvatiben Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જમ્મુ નેશનલ હાઈવે 44 નો આ ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Caixin ગ્લોબલ નામની વેબસાઇટ પર પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે જુલાઈ 2022માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ ચીનના ગાસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ વેની તસ્વીર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હાઇવે વર્ષ 2020માં લોકો માટે ખોલવામાં આવ્યો હતો.

Archive

તેમજ gansu.gscn.com નામની વેબસાઈટ દ્વારા પ્રસારિત અહેવાલમાં માહિતી આપવામાં આવી છે કે, “આ વેઇયુઆન-વુડુ એક્સપ્રેસના લોંગન સેક્શનનો એક ભાગ છે, જેને ટ્રાયલ તરીકે ખોલવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જમ્મુ કાશ્મીર એક્સપ્રેસ વે 44ના નામે વાયરલ થઈ રહેલી તસ્વીર ખરેખર ચીનના ગાસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ વેની તસ્વીર છે. જમ્મુનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર જમ્મુ નેશનલ હાઈ-વે 44 નો આ ફોટો છે...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False