Harisinh Jadeja નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #CAB के समर्थन मे महाराष्ट्र मे विशाल शोभायात्रा जो आपको मीडिया वाले नही दिखायेंगे!!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રમાં CABના સમર્થનમાં વિશાળ શોભાયાત્રા નિકળી હતી તેના દ્રશ્યો છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પહેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 24 ઓક્ટોબર 2016નો INDIATODAY નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં “THE ANGRY MARATHA” શીર્ષક હેઠળ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ દ્રશ્યો મરાઠા ક્રાંતી મોરચાની રેલી સાંગલીના છે.” જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

INDIA TODAY | ARCHIVE

ત્યારબાદ અમે ફોટો નં.2ને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને INDIAN EXPRESS દ્વારા 3 ઓક્ટોબર 2019ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અહેમદનગરમાં યોજાયેલી મરાઠા રેલીના આ દ્રશ્યો છે.”

INDIAN EXPRESS | ARCHIVE

ત્યારબાદ અમે ત્રીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમન ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને DNAINDIA દ્વારા પ્રકાશિત 16 ઓક્ટોબર 2016નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મરાઠા સમુદાયની મૌન માર્ચ રેલી મુંબઈના પ્રવેશ દ્વાર થાણેમાં પહોચી હતી.”

DNA INDIA | ARCHIVE

ત્યારબાદ અમે અંતિમ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને LIVEMINT દ્વારા પ્રકાશિત 12 ઓક્ટોબર 2016નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટોને ફાઈલ ફોટો તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

LIVEMINT | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટો મહારાષ્ટ્રમાં વર્ષ 2016માં ચાલેલા 'મરાઠા ક્રાંતિ મોરચા'નો વિરોધની છે. હાલમાં CABના સમર્થનમાં આ પ્રકારે રેલી નિકળી હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલી તમામ ફોટો મહારાષ્ટ્રમાં વર્ષ 2016માં ચાલેલા 'મરાઠા ક્રાંતિ મોરચા'નો વિરોધની છે. હાલમાં CABના સમર્થનમાં આ પ્રકારે રેલી નિકળી હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર મહારાષ્ટ્રમાં CABના સમર્થનમાં નિકળેલી રેલીના દ્રશ્યો છે..?જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia

Result: False