પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ કાશ્મીરના શ્રીનગરનો છે. પાકિસ્તાનનો હોવાની વાત તદ્દન ખોટી છે.

રામ નવમીની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા જોઈ શકાય છે કે કમાન્ડોની કડક સુરક્ષા વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ફૂલોથી શણગારેલા રથ પર રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના રૂપમાં બાળકો બેઠા હતા. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો પાકિસ્તાનનો છે. જ્યાં રામનવમી નિમિત્તે ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mahendar Sagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો પાકિસ્તાનનો છે. જ્યાં રામનવમી નિમિત્તે ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને VOA ઉર્દૂના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગરમાં ગુરૂવારે કડક સુરક્ષા વચ્ચે કાશ્મીરી પંડિતોએ શોભાયાત્રા કાઢી હતી. કાશ્મીરી પંડિતો દર વર્ષે તેમના ધાર્મિક તહેવારોમાંના એક પ્રસંગે શોભાયાત્રા નામની આ શોભાયાત્રા કાઢે છે.

Archive

તેમજ તપાસ દરમિયાન અમને ANI સહિત અનેક મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત આ વીડિયો સંબંધિત સમાચાર મળ્યા. આ અહેવાલો અનુસાર, 30 માર્ચ 2023નો આ વીડિયો કાશ્મીરના શ્રીનગરનો છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે, શોભાયાત્રા જૂના શહેરના ઝાયદર મોહલ્લાથી શરૂ થઈ હતી અને હબ્બકદલ, બારબારશાહ, લાલ ચોક, હરિસિંહ હાઈ સ્ટ્રીટ અને જહાંગીર ચોક થઈને ટાંકીપોરા સુધી પહોંચી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ કાશ્મીરના શ્રીનગરનો છે. પાકિસ્તાનનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાનમાં રામનવમીના શોભાયાત્રા નીકળી હતી તેનો વીડિયો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False