ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણીના નામે સોશિયલ મીડિયા પર કેટલાક ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા આ ટ્વિટ કરવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યા છે એ તેમના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યા છે. લાલકૃષ્ણ અડવાણીનું ટ્વિટર પર કોઈ સત્તાવાર એકાઉન્ટ જ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mayodin Abdulsattar નામના ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભાજપા ના સીનિયર નેતા ભાજપ માટે તનતોડ મહેનત કરનાર ભુતપૂર્વ નાયબ વડાપ્રધાન વડાપ્રધાન પદ નું સપનું જોવાવાળા નેતા ની મનોવ્યથા.  જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટ્વિટ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા કરવામાં આવ્યા છે.

screenshot-archive.is-2021.05.05-19_27_54.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા આ પ્રકારે ટ્વિટ કરવામાં આવ્યા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ લાલકૃષ્ણ અડવાણી દ્વારા આ પ્રકારે ટ્વિટ કરવામાં આવ્યા હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું નહતું.

ત્યાર બાદ અમે જે ટ્વિટર એકાઉન્ટ પરથી આ પ્રકારના ટ્વિટ કરવામાં આવ્યા હતા. એ ટ્વિટર એકાઉન્ટને ટ્વિટર પર શોધવાની કોશિશ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, @LK_Adwani નામના જે ટ્વિટર પરથી આ પ્રકારે ટ્વિટ કરવામાં આવ્યા હતા એ એકાઉન્ટને ટ્વિટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. 

image1.png

Twitter

ત્યાર બાદ અમે આ એકાઉન્ટની માહિતી માટે આર્કાઈવ વેબસાઈટ પર સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના નામે ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે.

આ એકાઉન્ટ ડિસેમ્બર 2020 માં બનાવવામાં આવ્યું હતું. આ એકાઉન્ટને બંધ કરવામાં આવ્યું એ પહેલા તેના 1247 ફોલોઅર્સ હતા. તેના પરથી કેન્દ્ર સરકારના વિરોધમાં ખેડૂત આંદોલન, કોવિડ-19 અંગે તેમજ રાફેલ કેસના સંદર્ભમાં ટ્વિટ કરવામાં આવ્યા હતા.

ધ્યાનમાં લેવા જેવી બાબત તો એ છે કે, લાલકૃષ્ણ અડવાણીનો અંગ્રેજી સ્પેલિંગ Lal Krishna Advani છે. જ્યારે ટ્વિટર એકાઉન્ટ જે ફેક ટ્વિટ વાયરલ થઈ રહી છે તેમાં અડવાણીના સ્પેલિંગમાં ‘V’ ની જગ્યાએ ‘W’ લખેલો છે.

image3.png

Archive

અમને આર્કાઈવ સાઈટ પર પોસ્ટમાંન જે વિવાદિત ટ્વિટ મૂકવામાં આવ્યા છે એ પણ પ્રાપ્ત થયા હતા.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિંહા દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે.

Avatar

Title:ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False