રાજકોટ થી પ્રકાશિત થતા કાઠિયાવાડ પોસ્ટ નામના મોર્નિગ ન્યુઝ પેપરના ફેસબુક એકાઉન્ટ પરથી 12 ડિસેમ્બરના બ્રેકિંગ ફોર્મેટમાં એક સમાચાર શેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હેલ્મેટ પહેરવાની આદત પાડી લ્યો કારણ કે, 6 જાન્યુઆરીથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.” તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તારીખ 6 જાન્યુઆરી IS4151 માર્ક વગરનું હેલ્મેટ માન્ય નહિં ગણાય. અને તે પહેર્યુ હશે તો દંડ લેવામાં આવશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, આ કાયદાની અમલવારી કરવવાની જાહેરાત તો સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ 6 જાન્યુઆરીથી નહિં પરંતુ 1 જૂન 2021થી આ કાયદાનું અમલીકરણ કરાશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kathiyawad Post નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તારીખ 6 જાન્યુઆરી IS4151 માર્ક વગરનું હેલ્મેટ માન્ય નહિં ગણાય. અને તે પહેર્યુ હશે તો દંડ લેવામાં આવશે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ABP ASMITA દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પ્રકારનો કાયદા અમલમાં આવશે અને તેની અમલવારી કરાવવામાં આવશે, પરંતુ 1 જૂન 2021થી તેની અમલવારી કરાવવામાં આવશે, આ માટે સરકાર દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.

ABP ASMITA | ARCHIVE

દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત અહેવાલમાં પણ આ અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. તેમા પણ તારીખ 1 જૂન 2021થી આ નિયમ લાગુ પડશે તે જણાવવામાં આવ્યુ છે. જે તમે નીચે વાંચી શકો છો.

Divyabhaskar | Archive

તેમજ ગુજરાત મિત્ર દ્વારા આ અંગે પ્રકાશિત અહેવાલમાં આ જાહેરનામાની નકલ પણ મુકવામાં આવી હતી, જેમાં પણ સ્પષ્ટ વાંચવામાં આવે છે કે, આ નિયમ 1 જૂન 2021થી લાગુ કરવામાં આવશે.

ગુજરાત મિત્ર | સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, આ કાયદાની અમલવારી કરવવાની જાહેરાત તો સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ 6 જાન્યુઆરીથી નહિં પરંતુ 1 જૂન 2021થી આ કાયદાનું અમલીકરણ કરાશે.

Avatar

Title:શું ખરેખર 6 જાન્યુઆરીથી ફરી હેલ્મેટનો કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે...?

Fact Check By: Yogesh Karia

Result: Partly False