શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા સિંધુ બોર્ડર પર જામર લગાડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝપેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. આ કટિંગમાં એક મોબાઈલ ટાવર જામરની એક ઓબી વેન જોવા મળે છે. તેમજ ન્યુ દિલ્હીની ટેગ લાઈન સાથે પ્રસારિત આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કિસાન આંદોલનને સોશિયલ મિડિયામાં દબાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંધુ બોર્ડર નજીક જામર લગાવવામાં આવ્યા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ જામર લગાવવામાં નથી આવ્યા. જામર લગાવવામાં આવ્યા હોવાની વાત તદ્દન ખોટી સાબિત થાય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

શ્રી વિર પાટીદાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કિસાન આંદોલનને સોશિયલ મિડિયામાં દબાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંધુ બોર્ડર નજીક જામર લગાવવામાં આવ્યા.”

FACEBOOK | FB POST ARCHIVE 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલમાં સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ અંગે કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગુજરાતી ન્યઝ ચેનલના રિપોર્ટરો જે સિંધુ બોર્ડર પર કવરેજ માટે પહોચ્યા છે. તેમનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “જામર નાખ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. કારણ કે, આહિંયા ભીડ હોવા છતા પણ સહેલાયથી લાઈવ કીટ કનેક્ટ થઈ જાય છે અને નેટવર્કની કોઈ પરેશાની આવતી નથી. જો જામર નાખ્યા હોય તો લાઈવ કીટ કે મોબાઈલ નેટ કનેક્ટ જ ન થાય. પરંતુ મોબાઈલ નેટવર્કમાં પણ કોઈ તકલીફ નથી જણાઈ રહી.” 

તેમજ વધુ પડતાલ કરતા અમને પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા 12 ડિસેમ્બરના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. “જેમાં વાયરલ ન્યુઝ પેપરનનું કટિંગ તદ્દન ખોટુ હોવાનું જણાવ્યુ હતુ. તેમજ આ પ્રકારે કોઈ જામર સરકાર દ્વારા લગાવવામાં ન આવ્યા હોવાનું પણ તેમાં જણાવવામાં આવ્યુ હતુ.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ જામર લગાવવામાં નથી આવ્યા. જામર લગાવવામાં આવ્યા હોવાની વાત તદ્દન ખોટી સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા સિંધુ બોર્ડર પર જામર લગાડવામાં આવ્યા…?

Fact Check By: Yogesh Karia 

Result: False