Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંકમા પૈસા ભરતી વખતે પાનકાર્ડ સાથે નય હોયતો 10 હજાર નો દંડ નવો ફતવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 146 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. “આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બેંકમાં રૂપિયા ભરતી વખતે પાનકાર્ડ હોવું જરૂરી છે. જો પાનકાર્ડ ન હોય તો 10 હજાર રૂપિયાનો દંડ લગાડવામાં આવશે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ નિયમ આવ્યો હોય તો ભારતના તમામ મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં જ આવી હોય તેથી અમે ગૂગલ પર बेंक में पैसे जमा करते समय पानकार्ड होना जरुरी नहीं तो होगा दंड લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને બેંકમાં નાણા જમા કરવવાને લઈ ઘણા નિયમો અહેવાલો જોવા મળ્યા હતા. પરંતુ તેમા ક્યાંય પણ રૂપિયા જમા કરાવતી વખતે પાન કાર્ડ નહિં હોય તો દંડ થશે તેવું કોઈ નિયમ આવ્યો હોવાનું જાણવા મળ્યુ ન હતુ.

કેસ ડિપોઝિટને લઈ પાનકાર્ડ બાબતે આરબીઆઈ દ્વારા પ્રસારિત એક નોટીફિકેશન અમને પ્રાપ્ત થયુ હતુ જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોઈ પણ વ્યક્તિએ તેમના બેંક ખાતામાં 50,000 રૂપિયા કરતા વધારે રોકડ જમા કરાવવી હોય તો, બેંક એકાઉન્ટમાં પાન સાથે જોડાયેલ ન હોય તો પાનકાર્ડની એક નકલ સબમિટ કરવાની રહેશે.” આ નોટિફિકેશન તમે નીચે વાંચી શકો છો.

RBI

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત બનાવવા માટે અમે આરબીઆઈ બેંક અમદાવાદ શાખાનો સંપર્ક સાધ્યો હતો. જ્યા હાજર અધિકારીએ અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિયમ બહાર પાડવામાં આવ્યો નથી. 50000થી ઉપરની રકમ જમા કરાવતી વખતે માત્ર પાન નંબરની જરૂર હોય છે.10 હજાર રૂપિયાના દંડની વાત તદન ખોટી છે.”

તેમજ કોઈ બેંક દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલવામાં આવે છે કે કેમ. તેની પડતાલ કરવા અમે અમદાવાદની એસબીઆઈ, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, તેમજ એચડીએફસી બેંકની મુલાકાત કરી હતી અને તમામ બેંકના મેનેજર સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ એક અફવા છે આ પ્રકારે કોઈ નિયમ લાગુ કરવામાં નથી આવ્યો. માત્ર 50 હજારની ઉપરના ટ્રાન્જેક્શનમાં પાન કાર્ડ નંબરની જરૂરી પડે છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રૂપિયા જમા કરાવતી વખતે જો પાનકાર્ડ સાથે નહિં હોય તો 10 હજારનો દંડ લગાડવામાં આવશે તે વાત તદન ખોટી છે. લોકોને ભ્રામક કરવા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર બેંકમાં રૂપિયા જમા કરવતી વખતે પાનકાર્ડ સાથે નહિં હોય તો દંડ થશે..? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia

Result: False