
Manish Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘#शेयर_करे जो लडकीयाँ कहती है मुस्लिम बहुत अच्छे होते है उन सब तक यह विडीयों पहुँचाओ एक लव जिहाद की शिकार हिन्दु लडकी को मारा पीटा गया पेसाब पिलाई गई ये सेक्युलर थी और Tik Tok पर सभी मुस्लिमों को करती थी फोलो वही से इसे फँसाया गया 7 लड़कों ने मिलकर किया शिकार,अपनी बहन बेटियो पर ध्यान रखने की जरुरत है ?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લવ-જેહાદની આડમાં હિન્દુ મહિલાઓ પર થતા અત્યાચારનો વિડિયો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડથી શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને ‘tortured his wife’ કીવર્ડથી અમને પાકિસ્તાનના ‘Parhlo’ નામની એક નાગરિક પત્રકારિતા વેબસાઈટ પર 16 ઓગસ્ટ 2019ના પ્રસારિત એક સમાચાર મળ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, અલિશ્બા નામની એક ઈટાલિયન પાકિસ્તાની મહિલાના પતિ અલી જાબિર મોતીએ તેના પર ખુબજ અત્યાચાર કર્યો હતો. અલિશ્બાના નિવેદન અને પુરાવાના આધારે પાકિસ્તાન પોલીસ અલીની ધરપકડ કરવામાં માટે શોધી રહી છે.

ઉપરોક્ત સમાચાર પરથી અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોનો અમુક પાર્ટ, અલિશ્બાનો ફોટો અને FIRની કોપી સાથે એક ટ્વિટરની લિંક પણ આપવામાં આવેલી હતી. જ્યારે અમે આ ટ્વિટરની લિંકને જોઈ, તો અમને ઉપરોક્ત પોસ્ટને મળતો હુબહૂ મળતો વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયો સૌપ્રથમ પાકિસ્તાનના પત્રકાર ઈકરાર ઉલ હસન સૈયદ દ્વારા 13 ઓગસ્ટ 2019ના ટ્વિટ કરવામાં આવ્યો હતો. જેને રીટ્વીટ કરી કરાચી એમ્બેસી સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ ટ્વિટર ચેન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિંક કરો.
TWEET – 1 | ARCHIVE |
TWEET – 2 | ARCHIVE |
TWEET – 3 | ARCHIVE |
TWEET – 4 | ARCHIVE |
TWEET – 5 | ARCHIVE |
ત્યારબાદ અમે ગૂગલ પર ‘Ali Jabar Moti+Alishba’ કી વર્ડથી સર્ચ કર્યુ તો અમનને પાકિસ્તાનના સમાચાર ચેનલ દ્વારા પ્રસારિત વિડિયો પ્રાપ્ત થયા હતા. જે અનુસાર અલી જાબિર મોતી હાલ પાકિસ્તાનથી ફરાર છે. અને પાકિસ્તાન પોલીસ તેની શોધ ખોળ કરી રહી છે. આ સમગ્ર ઘટના દરખ્શાં પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે.
ત્યારબાદ આ ઘટનાની પુષ્ટી માટે અમે પાકિસ્તાનના દક્ષિણ કરાચીના SSPનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, ‘આ ઘટના બે અઠવાડિયા પહેલાની છે. અને આ ઘરેલુ હિંસાનો મામલો છે. આ વિડિયો મહિલાને જ્યારે હોસ્પિટલે લઈ જવામાં આવતી હતી ત્યારે મહિલાના નિવેદનાના ભાગ રૂપે લેવામાં આવ્યો હતો. હાલ આ મહિલાનો પતિ પાકિસ્તાન માંથી ફરાર થવામાં સફળ થયો છે. પરંતુ તેના માં અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને અલિશ્બા(પિડિતા) તેના માયકે તેની મા પાસે છે.’
આમ ઉપરોક્ત સંસોધન પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પાકિસ્તાનના કરાચી શહેરમાં થયેલી ઘરેલુ હિંસાનો છે. જેમા પિડિતા એક ઈટાલિયન પાકિસ્તાની છે. જે વિડિયોમાં તેના પતિ દ્વારા કરવામાં આવેલા અત્યાચારો અંગે જણાવે છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પાકિસ્તાનના કરાચી શહેરમાં થયેલી ઘરેલુ હિંસાનો છે. જેમા પિડિતા એક ઈટાલિયન પાકિસ્તાની છે. જે વિડિયોમાં તેના પતિ દ્વારા કરવામાં આવેલા અત્યાચારો અંગે જણાવે છે.

Title:શું ખરેખર આ ભારતમાં લવ જેહાદની આડમાં હિન્દુ મહિલાઓ પર થતા અત્યાચારનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
