શું ખરેખર ગુજરાતના ગામડાની 500 શાળાઓ સરકાર દ્વારા બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Ashvin Patel Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નોટબંધીના મારથી ગુજરાત સરકાર ગામડાની 500 શાળાઓ બંધ કરશે ભારતમાતા કી જય” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત સરકાર ગામડાની 500 શાળાઓ બંધ કરશે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોય તો તેની તમામ મિડિયા હાઉસ દ્વારા નોંધ લેવામાં આવી જ હોય તેથી સૌ-પ્રથમ અમે ગૂગલ પર “ગુજરાત સરકાર ગામડાની ૫૦૦ શાળાઓ બંધ કરશે” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

 ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં જણાવવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે આ પ્રકારે નિર્ણય લેવામાં સક્ષમ હોય અને જેને આ પ્રકારના નિર્ણય લેવાયા છે કે નહિં તેની જાણ હોય તેવા સરકારી અધિકારીનો સંપર્ક કરવાનું નક્કી કર્યુ હતુ. 

આથી અમે ગુજરાતના પ્રાથમિક શિક્ષણના નિયામક એમ.આઈ.જોષીનો સંપર્ક સાધ્યો હતો. તેમને આ અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યા, આ તદન ખોટી વાત છે. લોકો આ પ્રકારના ખોટા મેસેજથી દૂર રહે.” 

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે જે માહિતી શેર કરવામાં આવી છે. તે તદન ખોટી છે. ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાની પૃષ્ટી ગુજરાત પ્રાથમિક શિક્ષણના નિયામક દ્વારા કરવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાની પૃષ્ટી ગુજરાત પ્રાથમિક શિક્ષણના નિયામક દ્વારા કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર ગુજરાતના ગામડાની 500 શાળાઓ સરકાર દ્વારા બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •