શું ખરેખર આંતકવાદી યાસિન મલિકની સજા બાદ તેની પત્નીએ આપેલુ રિએક્શન છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

25 મેના રોજ કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને NIA કોર્ટે ટેરર ​​ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવવામાં આવ્યા બાદ તેની પત્ની મુશલ મલિક દ્વારા આપામાં આવેલુ આ રિએક્શન છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, યાસીન મલિકની પત્ની મુશાલ મલિકનો આ વિડિયો 3 વર્ષ જૂનો છે. હાલમાં આ પ્રકારે કોઈ રિએક્શન યાસિન મલિકની પત્ની દ્વારા આપવામાં આવ્યુ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhimshi Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવવામાં આવ્યા બાદ તેની પત્ની મુશલ મલિક દ્વારા આપામાં આવેલુ આ રિએક્શન છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને લાહોર ન્યુઝ દ્વારા 21 એપ્રિલ 2019ના પ્રસારિત મુશાલ મલિકનો આ જ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકનો આ 3 વર્ષ જૂનો વિડિયો લાહોરની પ્રેસ કોન્ફરન્સનો છે. તે સમયે યાસીન મલિક દિલ્હીની તિહાર જેલમાં હતો. મુશાલ મલિકે લાહોરમાં પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે યાસીનની તબિયત ખરાબ છે અને ભારત સરકાર તેની સામે જુલ્મ કરી રહી છે.” 

તેમજ વધુ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયા હતા. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ યાસિન મલિકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, “જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિક, NIA દ્વારા તેમની “ગેરકાયદેસર” અટકાયતના વિરોધમાં ભૂખ હડતાળ પર ગયા પછી “ખૂબ જ બીમાર” છે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, યાસીન મલિકની પત્ની મુશાલ મલિકનો આ વિડિયો 3 વર્ષ જૂનો છે. હાલમાં આ પ્રકારે કોઈ રિએક્શન યાસિન મલિકની પત્ની દ્વારા આપવામાં આવ્યુ નથી.

Avatar

Title:શું ખરેખર આંતકવાદી યાસિન મલિકની સજા બાદ તેની પત્નીએ આપેલુ રિએક્શન છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context