
છેલ્લા 70 દિવસથી ચાલી રહેલી ક્રિકેટની સૌથી ટૂર્નામેન્ટ આઈપીએલના ફાઈનલમાં રવિવારે ગુજરાતની ટીમે રાજસ્થાનને હરાવી અને ટ્રોફી પોતાના નામે કરી છે. ત્યારબાદ સોમવાર સવારથી એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “*Tata IPL* ऑफर *Gujarat Titans* को फाइनल जितने की ख़ुशी में *टाटा* दे रहा है सभी भारतीय यूजर को *599* का 3 महीने वाला रिचार्ज फ्री में देने का वादा किया है, https://mahacashback.site/ ” આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટાટા દ્વારા ગુજરાતની જીતને લઈ લોકોને 599 રૂપિયાનું 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ટાટા દ્વારા ગુજરાતની જીત પર ફ્રીમાં રિચાર્જ આપવામાં આવતુ હોવાની વાત તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ફ્રીમાં રિચાર્જ આપવામાં આવી રહ્યુ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Prakash Vasava નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટાટા દ્વારા ગુજરાતની જીતને લઈ લોકોને 599 રૂપિયાનું 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યુ છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આઈપીએલની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ ત્યા આ પ્રકારે કોઈ ફ્રી રિચાર્જ અંગેની કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
ત્યારબાદ અમે ભારતની મુખ્ય ટેલિકોમ કંપની એરટેલ, જીઓ, વોડાફોન-આઈડિયા, ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. ત્યાં પણ કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી વેબસાઈટ પર ક્લિક કરીને તપાસ આગળ વધારી હતી. પરંતુ આ ક્લિકબેઝ વેબસાઈટ છે. આપ તમારી સંપૂર્ણ માહિતી આપી દેશો બાદમાં તમને આ વેબસાઈટને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું કહેવામાં આવશે, પરંતુ તમે શેર કરી દેશો બાદમાં કોઈપણ પ્રકારનું રિચાર્જ આપના મોબાઈલ નંબર પર આવતુ નથી. જેનું પ્રેક્ટિકલ અમે કર્યુ હતુ.

ત્યારબાદ અમે વધુ સર્ચ કરતા અમને પાટણ પોલીસ દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ મેસેજ ફેક હોવાની માહિતી આપવામાં આવી હતી. તેમજ લોકોને આ પ્રકારના મેસેજને સોશિયલ મિડિયામાં ન ફેલાવવા જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ ગોહિલ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ મેસેજ તદ્દન ફેક છે. આ પ્રકારે કોઈ ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યુ નથી, આ મેસેજમાં લોકોએ ભમરાવું નહિં, તેમજ સોશિયલ મિડિયામાં તેને વાયરલ કરવો નહિં, આ પ્રકારના મેસેજથી હેકર આપની તમામ માહિતી લઈ શકે તેમ છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ટાટા દ્વારા ગુજરાતની જીત પર ફ્રીમાં રિચાર્જ આપવામાં આવતુ હોવાની વાત તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ફ્રીમાં રિચાર્જ આપવામાં આવી રહ્યુ નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર ગુજરાત ટાઈટન્સની જીત પર લોકોને ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
