શું ખરેખર સ્પેન ખાતે ISIS ના આતંકીને ઠાર મારવામાં આવ્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાને પકડીને તેના માથા પર બંદૂક રાખી રહેલા એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્પેન ખાતે ISIS ના આતંકી દ્વારા એક મહિલાનું અપહરણ કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વેનેઝુએલામાં એક મહિલાનું અપહરણ કરી રહેલા સામાન્ય વ્યક્તિનો છે એ ISIS નો આતંકી નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sampurna Samachar Seva નામના ફેસબુક યુઝર દ્વારા 19 જુલાઈ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આને કહેવાય શાર્પ શૂટર… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્પેન ખાતે ISIS ના આતંકી દ્વારા એક મહિલાનું અપહરણ કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો military.com દ્વારા 29 જૂન, 2012 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમચારમાં પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 5 એપ્રિલ, 1998 ના રોજ વેનેઝુએલાના ક્યુઆ શહેરની એક બેકરીમાં હેક્ટર ડ્યુઆર્ટે નામના હથકડી પહેરેલા એક વ્યક્તિએ પ્રવેશ કરીને એક મહિલાને બંદૂકના સહારે બંધક બનાવીને લૂંટની કોશિશ કરી ભાગવાનનો પ્રયત્ન કર્યો હતો.

image4.png

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો ઉપરોક્ત માહિતી સાથે Dolar Today દ્વારા યુટ્યુબ પર પણ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

વધુમાં અમને ‘ધ વોલ સ્ટ્રીટ જનરલ’ દ્વારા 24 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં વેનેઝુએલા ખાતે બનેલી આ ઘટનાના રેસ્ક્યુ ઓપરેશનમાં ઈન્ચાર્જ રહેલા પોલીસ અધિકારી ઈવાન સિમોનોવિસનું ઈન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું.   

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વેનેઝુએલામાં એક મહિલાનું અપહરણ કરી રહેલા સામાન્ય વ્યક્તિનો છે એ ISIS નો આતંકી નથી.

Avatar

Title:શું ખરેખર સ્પેન ખાતે ISIS ના આતંકીને ઠાર મારવામાં આવ્યો તેનો આ વીડિયો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •