શું ખરેખર ભાજપાની આવકમાં વધારો થતા અમિત શાહ વડાપ્રધાનને મિઠાઈ ખવડાવી રહ્યા છે...? જાણો શું છે સત્ય...
With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 16 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. "બી.જે.પી ની કમાણી ૧૩૫ % વધીને ૨૪૧૦ કરોડ રૂપિયાની થવાની ખુશીમાં એક બીજાના મોઢા મીઠા કરાવતાં ગુજરાતના બે સપુતો.." શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, "ભાજપાની કમાણીમાં વધારો થતા અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મો મિઠુ કરાવી રહ્યા છે."
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને THEHINDU વેબસાઈટનો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો 31 જૂલાઈ 2018નો છે. ન્યુ દિલ્હીમાં ભાજપાની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી તે સમયે અમિત શાહ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોઢુ મિઠુ કરાવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ NEWINDIANEXPRESS દ્વારા પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, "20 જૂલાઈના લોકસભામાં અવિશ્વાસ પ્રસતાવની ચર્ચા અને મતદાનમાં મળેલી જીત બદલ ભાજપા સંસદિય દળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યુ હતુ."
ત્યારબાદ અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો હતો કે, ભાજપાની આવક ખરેખર કેટલો વધારો થયો છે. જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા HINDUSTAN TIMES નો 10 જાન્યુઆરી 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિગતો આપવામાં આવી હતી.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, ન્યુ દિલ્હીમાં મળેલી ભાજપાના સંસદિય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યુ હતુ ત્યારની ફોટો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ભાજપાની આવકમાં વધારો થયો તે વાત સાચી છે. પરંતુ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો 20 જૂલાઈ 2018ના લોકસભામાં અવિશ્વાસ પ્રસતાવની ચર્ચા અને મતદાનમાં મળેલી જીત બદલ નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યુ હતુ, તે સમયે મિઠાઈ ખવડાવી રહ્યા છે ત્યારનો છે.
Title:શું ખરેખર ભાજપાની આવકમાં વધારો થતા અમિત શાહ વડાપ્રધાનને મિઠાઈ ખવડાવી રહ્યા છે...? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False