શું ખરેખર કર્ણાટકના સીએમની હાજરીમાં CAAના વિરૂધ્ધમાં સ્વામી બોલતા યદુરપ્પા ઉભા થઈ ગયા હતા.? જાણો શું છે સત્ય....
Ashoksinh Vaghela Visnagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. "કર્ણાટક ભાજપ મુખ્ય મંત્રી એદુરપ્પા ની હાજરી માં સ્વામી CAA વિરુદ્ધ બોલ્યા.... મુખ્ય મંત્રી ગુસ્સે ભરાયા...." શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 131 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 312 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, "કર્ણાટકના મુખ્યમંત્રી યદુરપ્પાની હાજરીમાં સ્વામીએ CAAના વિરૂધ્ધમાં નિવેદન આપતી યદુરપ્પા ગુસ્સે થઈ ગયા અને ઉભા થઈ ગયા હતા."
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો કોઈ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી ઉભા થઈ ગયા હોય તો તે ઘટનાની નોધ તમામ મિડિયા દ્વારા લેવામાં આવી જ હોય. તેથી અમે સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્કિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો 15 જાન્યુઆરી 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પંચમસાલી લિંગાયત સમાજના એક કાર્યક્રમમાં ગુરૂપીઠ દ્રષ્ટાનંદ સ્વામીએ જાહેરમાં યદુરપ્પાને કહ્યુ હતુ કે, "લિંગાયત સમાજના ધારાસભ્ય મુરૂગેશ નિરાનીને મંત્રી પદ મળવુ જોઈએ, તે તમારી પીઠ પાછળ તમારા સુખ દુ:ખમાં દિવાલ બની ઉભો રહ્યો છે. જો તમે તે કરવામાં અસમર્થ રહ્યા તો, સમગ્ર પંચમાલી લિંગાયત સમુદાય તેમનો બહિષ્કાર કરશે." દ્રષ્ટાનંદ સ્વામીના આ વાક્યથી યદુરપ્પા તેમની જગ્યાએથી ઉભા થઈ ગયા હતા અને સ્વામીને જણાવ્યુ હતુ કે, "મને તમારી પાસે આ શબ્દની આશા ન હતી. હું આ સાંભળવવા અહિંયા નથી આવ્યો, તમે મને સલાહ આપી શકો છો. પરંતુ ધમકી ન આપી શકો."
તેમજ NDTV દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, યદુરપ્પાએ લિંગાયત ધર્મગુરૂ પર ભડકી ગયા અને કહ્યુ "હું તમારી માંગ પ્રમાણે કામ ના કરી શકુ."
ZEE SALAM દ્વારા પણ આ અંગે એક વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયમાં સ્વામી CAA અંગે નહિં પરંતુ લિંગાયત સમુદાયના ધારાસભ્યને મંત્રી પદ મળવું જ જોઈએ જે ધમકી આપતા યદુરપ્પા ગુસ્સે થઈ ગયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, સ્વામી CAAના વિરોધમાં બોલ્યા એટલે યદુરપ્પા ઉભા નથી થયા પરંતુ સ્વામીએ લિંગાયત સમુદાયના ધારાસભ્યને મંત્રી પદ મળવુ જ જોઈએ નહિંતર લિંગાચસ સમુદાય તેમનો સાથ છોડી દેશે તે ધમકી આપતા યદુરપ્પા તેમની સીટ પરથી ઉભા થઈ ગયા હતા.
Title:શું ખરેખર કર્ણાટકના સીએમની હાજરીમાં CAAના વિરૂધ્ધમાં સ્વામી બોલતા યદુરપ્પા ઉભા થઈ ગયા હતા.? જાણો શું છે સત્ય....
Fact Check By: Yogesh KariaResult: False