શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો છે...? જાણો શું છે સત્ય…
Jayesh Desai નામના ફેસબુક યુઝર દ્વારા 2 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *In France, compare with our nation. Hunt or Hunted!*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો છે અને તેની તુલના ભારત સાથે કરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે, ફ્રાન્સમાં ગુનેગારોને કઈ રીતે પકડવામાં આવે છે તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 3 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 20 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને Tv Rádio Nova Jerusalém નામની યુટયુબ ચેનલ પર 10 નવેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, “ક્રેકોલેન્ડિયા સાઓ પાઉલોની ઘટના.” 11 નવેમ્બર, 2019 ના રોજ એક બીજી યુટ્યુબ ચેનલ દ્વારા પણ આઝ વીડિયોને અપલોડ કરવામાં આવ્યો હતો અને તેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “GCM (Metropolitan Civil Guard) ની બંદૂક ચોરી કરવા માટે એક વ્યક્તિએ પોલીસનો સામનો કર્યો, આ ઘટના ક્રેકોલેન્ડિયાની છે.” જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમે ઉપરોક્ત વીડિયોમાં આપવામાં આવતી માહિતી પરથી જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને ગુગલમાં સર્ચ કરતાં અમને એક બ્રાઝિલની વેબસાઈટ G1 દ્વારા 11 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સાઓ પાઉલોના ક્રેકોલેન્ડિયા ક્ષેત્રમાં મહાનગરના સિવિલ ગાર્ડ અને ડ્રગ ઉપયોગકર્તા વચ્ચે એક થયેલી અથડામણ પછી શુક્રવાર બપોરે એક વ્યક્તિ અને એક GCM ને ગોળી મારવામાં આવી હતી.
વધુમાં એક રિપોર્ટ પરથી એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે, આ વીડિયો બ્રાઝિલના સાઓ પાઉલો શહેરનો છે. જ્યાં એક GCM ને એના બાઈક પરથી નીચે પાડી દીધા બાદ ડ્રગ ડીલરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એના તરત જ પછી, ડ્રગ ડીલરોમાંનો એક વ્યક્તિ ગાર્ડને મારે છે, એની બંદૂક છીનવી લે છે અને કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરે છે. ફાયરિંગમાં ગોળી એક ગાર્ડને વાગે છે અને પછી બીજા પોલીસ ઓફિસરો ડ્રગ ડીલર પર જવાબી હુમલો કરે છે. જેમાં બંદૂક ચોરનાર વ્યક્તિના પેટમાં એક ગોળી વાગે છે. ત્યાર બાદ ગાર્ડ અને હુમલાખોર બંનેને એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે. જે તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત અમને વીડિયોમાં એક સાઈન બોર્ડ જોવા મળ્યું હતું. જેના ઉપર એવું લખેલું હતું કે, “Cleveland” અને “Glete” લખેલું હતું.
ત્યાર બાદ અમે આ કીવર્ડને ગુગલ મેપ પર સર્ચ કરતાં અમને વીડિયોમાં જે લોકેશન દેખાઈ રહ્યું છે તેના ફોટો મળ્યા હતા. આ જગ્યા બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં આવેલી અલ્મેડા ક્લીવલેન્ડ અને અલ્મેડા ગ્લીટ છે.
નીચે તમે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોનો સ્ક્રીનગેબ અને ગુગલ મેપ પર દેખાતા લોકેશન વચ્ચેની સમાનતાઓ જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં બનેલી ઘટના બ્રાઝિલના સાઓ પાઉલો શહેરની છે જે ફ્રાન્સના નામે ખોટી રીતે વાયરલ થઈ રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં બનેલી ઘટના બ્રાઝિલના સાઓ પાઉલો શહેરની છે જે ફ્રાન્સના નામે ખોટી રીતે વાયરલ થઈ રહી છે.
Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો છે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
છબીઓ સૌજન્ય: ગુગલ