
Ajayraj Gala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શ્રીલંકા મા લોકડાઉન મા બહાર નીકળી જનારને આવી રીતે પગે લોક મારી દેવામાં આવે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો શ્રીલંકાનો છે. જ્યાં લોકડાઉનનો ભંગ કરવા બદલ લોકોને સજાને આપવામાં આવી.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને studiomaxtv.com.br નામની વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોલોમ્બિયા દેશના કોરડોબા શહેરમાં લોકડાઉનનો ભંગ કરવા બદલ લોકોને આ પ્રકારે એક પગથી બાંધવામાં આવે છે.”

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને RIONOTICIASનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરડોબાની તુચીન નગર પાલિકા દ્વારા આ પ્રકારે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી લોકડાઉનનું ઉલ્લંઘન કરનારના પગને લાકડા સાથે અમુક નિશ્ચિત સમય એટલે કે સુર્યાસ્ત સુધી બાંધીને રાખવામાં આવે છે.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો શ્રીલંકાનો નહિં પરંતુ કોલમ્બિયાનો છે. કોલોમ્બિયાએ સાઉથ અમેરિકામાં આવેલો દેશ છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો કોલમ્બિયાનો છે. જે સાઉથ અમેરિકામાં આવેલો એક દેશ થે શ્રીલંકાનો હોવાની વાત તદ્દન ખોટી સાબિત થાય છે.
સોશિયલ મિડિયાની શંકાસ્પદ લાગતી પોસ્ટ અમને અમારા વોટ્સઅપ નંબર (7990015736) પર મોકલાવો અમે તમને જણાવશું સત્ય….

Title:શું ખરેખર શ્રીલંકામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર લોકોની આ તસ્વીર છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
