શું ખરેખર WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ જાહેરાત કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

Manish Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વાંચો અને પી.એમ. મોદીજી ને પક્ષ અને જ્ઞાતી મુક્ત થઇ સંપુર્ણ સહકાર આપો.. *WORLD HEALTH ORGANISATION PROTOCOL & PROCEDURE OF LOCKDOWN PERIODS FOR CONTROLLING ON MOST DANGEROUS VIRUS* STEP 1 – 1 DAY. STEP 2- 21 DAYS. AFTER 5 DAYS. STEP 3- 28 DAYS. AFTER 5 DAYS.STEP 4 – 15 DAYS. The sameway, our Indian governments are follow: MAR22-1 DAY ( TRIAL LOCKDOWN) MAR24-APR14 – 21 DAYS(FIRST LOCKDOWN) APRIL15- APRIL19 – RELAX FROM LOCKDOWN. APR20 – MAY 18 – 28DAYS(SECOND LOCKDOWN) *INCASE,Covid19 patient ratio is Zero* Withdraw the LOCKDOWN.Otherwise, May19 – May 24 – Relax from LOCKDOWN. May 25 – June 10 – 15 days (FINAL LOCKDOWN). સતર્ક રહો, સ્વચ્છ રહો, ઘરમાં રહો, સ્વસ્થ રહો.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 37 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોનાને લઈ WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ પ્રોટોકલ બહાર પાડવામાં આવ્યો છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર वर्ल्ड हेल्थ ऑर्गेनाइज़ेशन ने लोकडाउन प्रोटोकॉल जारी किआ |” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને સરકારી સંસ્થા PIBના ઓફિશિયલ ફેક્ટ ચેક ટ્વિટ એકાઉન્ટ પરથી કરવામાં આવેલું ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “WHO દ્વારા લોકડાઉનને લઈ આ પ્રકારે કોઈ પ્રોટોકલ બહાર પાડવામાં આવ્યો નથી. લોકોને ભ્રામક કરવા પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.” જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ WHO South-East Asia ઓફિસિયલ ટ્વિટર પરથી પણ આ પ્રકારે કોઈ પ્રોટોકોલ બહાર પાડવામાં ન આવ્યો હોવાનું તેમજ આ અફવા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે વાંચી શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા દાવા મુજબ WHO દ્વારા લોકડાઉનને લઈ કોઈ પ્રોટોકલ જાહેર કરવામાં આવ્યો નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ WHO દ્વારા લોકડાઉનને લઈ કોઈ પ્રોટોકોલ બહાર પાડવામાં નથી આવ્યો. લોકોને ભ્રામક કરવા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ જાહેરાત કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False