
Digvijaysinh Gohil નામના ફેસબુક યુઝર દ્વારા 10 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અભૂતપૂર્વ સંયોગ: સ્વ.શ્રી રાજીવ ગાંધીએ ૯/૧૧/૧૯૮૯ માં રામ મંદિરનાં તાળા ખોલાવી શિલાન્યાસ કરાવ્યો હતો…ને આજે ૯/૧૧/૨૦૧૯ એ રામ જન્મભૂમિનો ચૂકાદો આવ્યો.. લોકશાહીના મંદિર સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદાથી સમગ્ર ભારતમાં આનંદની લાગણી.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 9 નવેમ્બર, 1989 ના રોજ સ્વ. રાજીવ ગાંધીએ રામ મંદિરના તાળા ખોલાવીને મંદિરનો શિલાન્યાસ કરાવ્યો હતો અને આજે અયોધ્યા રામ મંદિરનો ચુકાદો પણ 9 નવેમ્બર, 2019 ના રોજ આવ્યો. આ બંને તારીખ એક જ હોવાનો એક અભૂતપૂર્વ સંયોગ બન્યો છે. આ પોસ્ટને 59 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર 9 નવેમ્બર, 1989 ના રોજ અયોધ્યામાં રામ મંદિરના તાળા ખોલવામાં આવ્યા હતા કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ राम मंदिर के ताले कब खोले गए સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે અયોધ્યામાં રામ મંદિરના તાળા 9 નવેમ્બર, 1989 ના રોજ ખોલવામાં આવ્યા હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
પરંતુ ઉપરોક્ત પરિણામોમાં અમને લાઈવ હિન્દુસ્તાન દ્વારા 6 નવેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટપણે એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજીવ ગાંધી સરકારની પહેલને પરિણામે અયોધ્યામાં 1 ફેબ્રુઆરી, 1986 ના દિવસે ફૈજાબાદના જિલ્લા ન્યાયાધીશના હુકમથી રામ મંદિરના તાળા ખોલવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરાંત આ સમાચારને ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
bbc.com | jagran.com | navbharattimes.com |
Archive | Archive | Archive |
ઉપરોક્ત તમામ પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થઈ ગયું કે, અયોધ્યામાં રામ મંદિરના તાળા 9 નવેમ્બર, 1989 ના રોજ નહીં પરંતુ 1 ફેબ્રુઆરી, 1986 ના રોજ ખોલવામાં આવ્યા હતા. હવે એ પણ જાણવું જરૂરી હતું કે, પોસ્ટની સાથે મૂકવામાં આવેલો રાજીવ ગાંધીનો ફોટો ક્યાંનો અને ક્યારનો છે? તેથી અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને wikimedia.org પર આ ફોટો જોવા મળ્યો હતો. જેના શીર્ષકમાં એવું લખાણ હતું કે, આ ફોટો જ્યારે 1989 માં સ્વ. રાજીવ ગાંધી રશિયાના હરેક્રિષ્ના ભક્તોને દિલ્હી ખાતે મળ્યા ત્યારનો છે. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર પર પણ આ ફોટો Rajiv Gandhi meeting Russian Hare Krishna devotees, 1989 શીર્ષક સાથે જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો સ્વ. રાજીવ ગાંધી જ્યારે 1989 માં દિલ્હી ખાતે રશિયાના હરેક્રિષ્ના ભક્તોને મળ્યા તે સમયનો છે. તેમજ અયોધ્યાના રામ મંદિરના તાળા 9 નવેમ્બર, 1989 ના રોજ નહીં પરંતુ 1 ફેબ્રુઆરી, 1986 ના રોજ ખોલવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો સ્વ. રાજીવ ગાંધી જ્યારે 1989 માં દિલ્હી ખાતે રશિયાના હરેક્રિષ્ના ભક્તોને મળ્યા તે સમયનો છે. તેમજ અયોધ્યાના રામ મંદિરના તાળા 9 નવેમ્બર, 1989 ના રોજ નહીં પરંતુ 1 ફેબ્રુઆરી, 1986 ના રોજ ખોલવામાં આવ્યા હતા. આમ, અયોધ્યાના ચુકાદા અને રામ મંદિરના તાળા ખુલવાની તારીખ એક જ હોવાનો અને અભૂતપૂર્વ સંયોગ બનવાની માહિતી ખોટી છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર જે દિવસે અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવ્યો એજ દિવસે ભૂતકાળમાં મંદિરના તાળા ખોલવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
