શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

કોરોનાનું સંક્રમણ વધતા હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર સરકારી વાહનો માટે જ પ્રવેશ ચાલુ છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, “અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર તમામ વાહનો માટે પ્રવેશ યથાવત રાખવામાં આવ્યો છે. ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

JAGO SURAT જાગો સુરત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કર્ફ્યુ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને GSTV દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. 

જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નથી બંધ, કાલે ફક્ત ઈમરજન્સી વાહનોને જ પ્રવેશ મળશેની ચાલેલી વાતો આજે અફવા સાબિત થઈ.

GSTV | ARCHIVE

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઝીન્યુઝ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ અનુસાર “ઝીન્યુઝ દ્વારા એક્સપ્રેસ હાઈ-વે પર પહોચી રિયાલિટી ચેક કરવામાં આવ્યુ હતુ. અને એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ ચાલુ જ હતુ. તમામ વાહનો માટે પ્રવેશ ચાલુ જ છે. કોઈપણ વાહનો માટે ક્યારેય પણ પ્રવેશ બંધ કરી દેવામાં નથી આવ્યો.

ZEENEWS | ARCHIVE

અકિલાન્યુઝ.કોમ દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર તમામ વાહનો માટે યથાવત ચાલુ જ રાખવામાં આવ્યો છે. ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False