હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પટેલ સહિતના લોકો કોઈ ધાર્મિક સ્થળની બહાર ઉભા છે અને ફોટો પડાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાર્દિક પટેલ દ્વારા હાલમાં અજમેર દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. તેની ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2018નો છે. જ્યારે હાર્દિક પટેલ દ્વારા જેલ માંથી છુટયા બાદ અજમેર દરગાહની મુલાકાત લેવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

पंचाल अल्पेश નામના ફેસબુક યુઝર દ્વારા Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર તારીખ 21 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાર્દિક પટેલ દ્વારા હાલમાં અજમેર દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. તેની ફોટો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 12 મે 2018નો ટાઈમ્સ હેડલાઈનનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેની સાથે જણાવવામાં આવ્યુ હતુ કે, “પાટીદાર નેતા હાર્દિક પટેલે અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર માથુ ઝુંકાવ્યુ હતુ.

ટાઈમ્સ હેડલાઈન | સંગ્રહ

હાર્દિક પટેલ દ્વારા ઓક્ટોબર 2018માં ઉપવાસ આંદોલન કરવામાં આવ્યુ હતુ. ત્યારે પણ આ બંને ફોટો ખોટા દાવા સાથે વાયરલ થઈ હતી. તે સમયે પણ પાસ ટીમના નિખિલ સવાણી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. જે તમે નીચે આ લિંક પર ક્લિક કરી શકો છો.

તેમજ હાલમાં હાર્દિક પટેલ દ્વારા હાલમાં મુલાકત લેવામાં આવી હતી તેનો ફોટો તમે સાંજસમાચાર દ્વારા પ્રસારિત કરવામાં આવેલામાં તમે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2018નો છે. હાલમાં હાર્દિક પટેલ દ્વારા અજમેર દરગાહની મુલાકાત લેવામાં આવી તેનો ફોટો નથી

Avatar

Title:શું ખરેખર અજમેરની દરગાહમાં હાર્દિક પટેલ દ્વારા હાલમાં મુલાકાત લેવામાં આવી તેનો ફોટો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: Partly False