યુપી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ રાજકારણ ગરમાયુ છે. ત્યારે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનેક યુવાનો યોગી આદિત્યનાથ કાફલા સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કરી રહ્યા છે. જેને પોલીસ રોકી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં યોગી આદિત્યનાથના કાફલા પર હુમલો કરવામાં આવ્યો જેને મિડિયા દ્વારા બતાવવામાં આવ્યો નથી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. હાલમાં યોગી આદિત્યનાથના કાફલાનો કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Raval Pradip નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં યોગી આદિત્યનાથના કાફલા પર હુમલો કરવામાં આવ્યો જેને મિડિયા દ્વારા બતાવવામાં આવ્યો નથી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના 7 જૂન 2017ના રોજ બની હતી. યોગી આદિત્યનાથ એક કાર્યક્રમ માટે લખનઉ યુનિવર્સિટી આવ્યા ત્યારે સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી સંઘના કેટલાક વિદ્યાર્થીઓએ તેમને કાળા ધ્વજ બતાવીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાનો વિડિયો તમે નીચે જોઈ શકો છો.

આ કેસમાં પોલીસે સત્વંતસિંઘ, નિતિન રાજ, પૂજા શુક્લા, અનિલકુમાર યાદવ, અંકિતકુમાર સિંહ, રાકેશકુમાર, મધુર્યા સિંહ અને અપૂર્વ વર્માની ધરપકડ કરી હતી. લખનઉ યુનિવર્સિટીએ પણ આ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી.

યોગી આદિત્યનાથ 'હિન્દુ સ્વરાજ દિવસ' કાર્યક્રમ માટે લખનઉ યુનિવર્સિટી આવ્યા હતા. તેનો આ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ન્યુઝલેન્ડ્રી વેબસાઇટ સાથે વાત કરતાં વિદ્યાર્થી પૂજા શુક્લાએ કહ્યું હતું કે લખનઉ યુનિવર્સિટીનો વહિવટ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધા આપવામાં મોડું કરી રહ્યું છે. વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક ભંડોળ ખર્ચ કરવાને બદલે, યુનિવર્સિટી તે નિધિઓને નિરર્થક રાજકીય કાર્યક્રમો પર વ્યર્થ કરી રહી છે. યોગી આદિત્યનાથનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો ન હતો. તેથી, વહીવટીતંત્રએ તેના માટે નાણાં ખર્ચ કરવોએ કૌભાંડ છે.”

ન્યુઝલોન્ડ્રી | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. હાલમાં યોગી આદિત્યનાથના કાફલાનો કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી.

Avatar

Title:વર્ષ 2017ના યોગી આદિત્યનાથના વિરોધના વિડિયોનો હાલનો ગણાવવામાં આવી રહ્યો...

Fact Check By: Yogesh Karia

Result: Missing Context