શું ખરેખર પરબધામના બાપુ દ્વારા વર્ષ 2000માં કોરોના અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પુજ્ય બાપુ ની ભવિષ્ય વાણી 2000 ની સાલમાં કરી હતી અને આજે સાચી પડી જય હો પરબના પીર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 77 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 31 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના વાયરસને લઈ પરબધામના બાપુ દ્વારા વર્ષ 2000માં ભવિષ્યવાણી કરવામાં આવી હતી.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને કોઈ ઠોસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયનો ધ્યાનથી જોતા તેમાં નીચે પટ્ટીમાં વિડિયોની શરૂઆતમાં એક નંબર (8200117070)દેખાઈ છે. અમે તે નંબર પર ફોન કરી અને વિડિયો અંગે પુછતા તેણે અમને જણાવ્યુ હતુ કે, તેમનું નામ રણજીત વિસાણા છે. આ ક્રાર્યક્રમનું પોરબંદરના બળેજ (ઘેડ) પંથકમાં આયોજન કરવામાં આવ્ય હતુ. તારીખ 17 જાન્યુઆરી 2020ના આયોજન કરાયેલા આ કાર્યક્રમમાં લાઈટિંગનું તમામ કામ તેમની પાસે હતું. તેમજ આ કાર્યક્રમને લાઈવ કરવાનું કામ યુટ્યુબ ચેનલ મહેર એક્તા ના માલિક દ્વારા રાખવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પરબધામ મેઈન આશ્રમની ઓફિશિયલ વેબસાઈટ પરથી નંબર મેળવી અને વાત કરતા તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, પોરબંદરના ઘેડ પંથકમાં યોજાયેલ આ કાર્યક્રમ તારીખ 17 જાન્યુઆરી 2020નો જ છે.વર્ષ 2000નો હોવાની વાત તદન ખોટી છે.

ત્યારબાદ મહેર એક્તા ન્યુઝના ફેસબુક પેજની મુલાકાત લેતા તેમાં અમને જાણવા મળ્યુ હતુ કે, તારીખ 17 જાન્યુઆરી 2020ના આ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રિમિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં પરબધામના કરશનદાસ બાપુ એજ કપડામાં જોવા મળી રહ્યા છે. જે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોમાં કપડા પહેર્યા છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ કરશનદાસબાપુ દ્વારા પોસ્ટમાં આપવામાં આવેલા પ્રવચનને અમે શોધતા અમને આ પ્રવચન બીજા ભાગમાં સાંભળવવા મળ્યુ હતુ જે પુરેપુરૂ પ્રવચન તમે નીચે સાંભળી શકો છો.

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2000નો હોવાની વાત ખોટી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં  આવેલો કરશનદાસ બાપુનો વિડિયો તારીખ 17 જાન્યુઆરી 2020નો છે. વર્ષ 2000નો હોવાની વાત તદ્દન ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર પરબધામના બાપુ દ્વારા વર્ષ 2000માં કોરોના અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False