શું ખરેખર અમદાવાદ-મહેસાણા હાઈ-વે પર તમામ વાહન ચાલકો પાસેથી ટોલટેક્ષ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરની જાહેરાતનું એક પેપર કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે જાહેરાત રોડસ અને બિલ્ડિંગ દ્વારા આપવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ – મહેસાણા હાઈવેનો ટોલ ટેક્સ વધ્યો છે. 1 એપ્રિલથી તમામ વાહન ચાલકો પાસેથી વધારેલા ટોલ ટેક્સની વસૂલાત થશે.”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો ભ્રામક છે. લોકોએ ટોલટેક્ષ ભરવાની વાત ભ્રામક છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર પેસેન્જર કાર,ટુ વ્હીલર, થ્રી વ્હીલર, GSRTCની બસને આપેલ ટોલ મુક્તિ યથાવત રહેશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gaurav Nayak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 માર્ચ 2021ના Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદ – મહેસાણા હાઈવેનો ટોલ ટેક્સ વધ્યો છે. 1 એપ્રિલથી તમામ વાહન ચાલકો પાસેથી વધારેલા ટોલ ટેક્સની વસૂલાત થશે.

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને વીટીવી દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. “જેમાં ટોલટેક્ષ ઉઘરાવવાની વાતને અફવા ગણવવામાં આવી હતી. તેમજ રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યુઝ દ્વારા પણ આ અંગે વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ ટોલટેક્ષ ઉઘરાવવાની વાતને અફવા ગણાવવામાં આવી હતી. 

Mantvyanews | Archive

તેમજ રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારી આશુતોષ મિસ્ત્રીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે આ ટોલટેક્ષ ઉઘરાવવાની વાતને અફવામાં ગણાવી હતી. લોકોએ આ અફવાઓથી દૂર રહેવાનું જણવવામાં આવ્યુ હતુ. તેમજ તેમણે તેમના ફેસબુક પર આ અંગે પોસ્ટ કરી માહિતી આપી હતી કે, “અગાઉ તા.12.08.2016નાં પરિપત્રથી પેસેન્જર કાર,ટુ વ્હીલર,થ્રી વ્હીલર,જીએસઆરટીસીની બસને આપેલ ટોલ મુક્તિ યથાવત રહે છે,તેમણે ટોલ ટૅક્ષ આપવાનો નથી.રિમાર્કનું કૉલમ આ બાબત દર્શાવે છે.

Archive

તેમજ એક વ્યક્તિએ પુછ્યુ હતુ કે, જો ટોલટેક્ષ ઉઘરાવવાનો નથી તો પછી આ અંગે માહિતી શું કરવા આપવામાં આવી છે. તેનો જવાબ આપતા આશુતોષ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “અગાઉ ટૉલ ટૅક્ષ લોકો ભરતા હતા.સરકારનાં 2016 નાં ઠરાવથી ટુ વ્હીલર,થ્રી વ્હીલર,સરકારી પરિવહનનની બસોનું ટૉલ ટૅક્ષનું વળતર સરરકારે ચુકવવું પડે.તેની ગણતરી માટે આપેલ છે.કરારની શરત પ્રમાણે કરાર પુર્ણ થતાં પહેલાં કોઇ ફેરફાર થાયતો કરારની શરત પ્રમાણે બંને પક્ષકારે વર્તવુ પડે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો ભ્રામક છે. લોકોએ ટોલટેક્ષ ભરવાની વાત ભ્રામક છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર પેસેન્જર કાર,ટુ વ્હીલર,થ્રી વ્હીલર ,GSRTCની બસને આપેલ ટોલ મુક્તિ યથાવત રહેશે.

Avatar

Title:શું ખરેખર અમદાવાદ-મહેસાણા હાઈ-વે પર તમામ વાહન ચાલકો પાસેથી ટોલટેક્ષ વસૂલવામાં આવશે…?

Fact Check By: Yogesh Karia 

Result: False