શું ખરેખર ગોરખપુરમાં આવેલા ગીતા પ્રેસ નાણાના અભાવે બંધ થઈ રહ્યુ છે...? જાણો શું છે સત્ય…
Virsinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SAD ના સમાચાર ગીતા પ્રેસ ગોરકપુર બંધ થવા જઇ રહ્યો છે. ઝી સમાચારો અનુસાર ગીતા પ્રેસ તેમના કર્મચારીઓને પગાર પણ ચૂકવવાની સ્થિતિમાં નથી, કારણ કે તેઓ સનાતન ધર્મના તમામ પુસ્તકો કોઈ પણ નફો વિના વેચે છે. જો ગીતા પ્રેસ બંધ કરે તો તે હિન્દુ ધર્મનું મોટું નુકસાન થશે. તમને ચા 10 ₹ કરતા પણ ઓછા મા ચા મળી શકતી નથી, પરંતુ તમે હનુમાન ચાળીસા 1 કે 2 રૂપિયામાં મેળવી શકો છો. ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત ..........! જો તમને ખરેખર હિન્દુ ધર્મ બચાવવામાં રુચિ છે, તો ગીતા પ્રેસ બંધ થતા અટકાવવા આને 20 લોકો આગળ મોકલો! plz frwrd it.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 32 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગોરખપુરમાં આવેલુ હિન્દુ ધર્મનું મોટુ પ્રકાશન ગીતા પ્રેસ નાણાના અભાવે બંધ થવા જઈ રહ્યું છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “Gita Press is shutting down due to financial crisis” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ANIનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હિન્દુ ધાર્મિક ગ્રંથોના સૌથી મોટા પ્રકાશન ગીતા પ્રેસના સંચાલને આર્થિક સંકટને કારણે બંધ થઈ રહી હોવાની વાતને અફવા ગણાવી હતી.”
જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને BUSINESS STANDARAD નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ગીતા પ્રેસના દેવીદયાલ અગ્રવાલ નામના ટ્રસ્ટીનું નિવેદન મુકવામાં આવ્યુ હતુ. જેને જણાવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયામાં ફેલાયેલો મેસેજ અફવા છે. હાલમાં જ તેઓએ જર્મન નિર્મિત એક મશીન તેમના પ્રેસમાં મુક્યુ છે. જેની કિંમત 11.5 કરોડ છે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમા જે દાવો કરવામા આવ્યો છે તે માત્ર એક અફવા જ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમા જે દાવો કરવામાં આવ્યો છે તે માત્ર એક અફવા જ છે. જેને ત્યાંના ટ્રસ્ટી દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે.
Title:શું ખરેખર ગોરખપુરમાં આવેલા ગીતા પ્રેસ નાણાના અભાવે બંધ થઈ રહ્યુ છે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False