શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કૃષિ કાયદાના સમર્થનમાં નિવેદન અપાયુ…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક 17 સેકેન્ડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાવા વિષયમાં વાત કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાના સમર્થનમાં છે અને તેના ફાયદા જણાવી રહ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા અરવિંદ કેજરીવાલના મુળ ઈન્ટરવ્યુની ક્લિપમાં એડિટીંગ કરી અને ખોટા દાવા સાથે તેને ફેલાવવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાના સમર્થનમાં છે અને તેના ફાયદા જણાવી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ વિડિયો જી પંજાબ-હરિયાણા હિમાચલની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

આમ ઉપરોક્ત વિડિયો જોતા તમે સમજી ગયા હશો કે, વાયરલ થઈ રહેલા વિડિયોમાં જે વાક્ય બોલવામાં આવે છે તે મુળ વિડિયોમાં અરવિંદ કેજરીવાલ દ્વારા બોલવામાં આવેલા અલગ-અલગ વાક્યોની ક્લિપને કાપી અને જોડી દેવામાં આવ્યા છે. તેમજ તમામ ક્લિપ કરેલા વાક્યોને જોડી સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

ખરેખર અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે, “કિસાનોને કૃષિ બીલનો કોઈ લાભ નથી થવાનો. સરકાર તેમજ ભાજપાના નેતાઓ તમામ લોકોને સમજાવી રહ્યા છે કે, કૃષિ કાનૂન તમામના ફાયદામાં છે તેમજ એ જણાવી રહ્યા છે કે, આ બિલથી કિસાનોની જમીન નહિં જાય તેમની એમએસપી નહિં જાય, તેમની મંડી નહિં જાય.” 

કેજરીવાલનું કહેવુ છે કે, તમામ લાભ કિસાનોને પહેલી જ મળી રહ્યા છે. તો સવાલ ઉઠી રહ્યા છે કે કૃષિ કાનૂનોનો શું ફાયદો છે.

નીચે આપેલા તુલનાત્મક વિડિયોમાં મુળ વિડિયો અને વાયરલ થઈ રહેલા વિડિયોનો ફેર જોઈ શકો છો. 

તેમજ આમ આદમી પાર્ટીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપર પણ આ ઈન્ટવરવ્યુને પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા અરવિંદ કેજરીવાલના મુળ ઈન્ટરવ્યુની ક્લિપમાં એડિટીંગ કરી અને ખોટા દાવા સાથે તેને ફેલાવવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કૃષિ કાયદાના સમર્થનમાં નિવેદન અપાયુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False