શું ખરેખર પાકિસ્તાનમાં ભારતીય ચલણી નોટો છાપવાનો ગૃહ ઉધ્યોગ ચાલે છે…?

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Rajendrasinh Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તા.29 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.

पाकिस्तान में लघु उद्योग।  कृपया इस वीडियो को सभी को अग्रेषित करें अन्यथा उस व्यक्ति के लिए इस मिशन की सफलता नहीं होगी जिसने चुपके से इस वीडियो को लिया है। શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 256 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનમાં ભારતિય ચલણી નોટો છાપવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અંમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, આટલી મોટી સંખ્યામાં જાલીનોટ છપાઈ રહી હોય અને માત્ર એક જ વ્યક્તિ કામ કરતો હોય સાથે જ વિડિયો પણ બનાવતી વેળાએ કેમેરા સામે જોઈ રહ્યો હોય આ વાત વિડિયોની સત્યતા પર સવાલ ઉઠાવતી હતી. માટે અમે સૌ પ્રથમ આ વિડિયોને “Frame-By-Frame” કરીને જોયુ. આ સંશોધનથી અમને બે ફ્રેમ મળી હતી, જેમાં ચોખ્ખુ દેખાઈ રહ્યુ હતુ કે, અંગ્રેજીમાં “Manoranjan Bank Of India” અને હિન્દીમાં ‘भारतीय चिल्ड्रन बैंक’ લખ્યુ હતુ.

ઉપરોક્ત સંશોધનથી એ વાત તો નક્કી થઈ ગઈ હતી કે, આ પોસ્ટમાં દેખાડવામાં આવેલ વિડિયો જાલી(ખોટી) નોટ છાપવાનો તો નથી. પરંતુ “ભારતીય ચીલ્ડ્રન બેંક”ના નામથી બાળકોને રમવામાં ઉપયોગમાં લાવવાવાળી નોટ છે.

પછી અમે ગૂગલ પર “50 and 200 rupees children’s bank of india notes” કી વર્ડસથી શોધવા પ્રયત્ન કર્યો હતો, તો અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

8 જાન્યુઆરી 2018ના VK News દ્વારા youtubeમાં અપલોડ કરવામાં આવેલા એક વિડિયોમાં ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલો મુકવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો નકલી નોટ છાપવાની ફેકટરીનો નહી પરંતુ બાળકોની નોટ છાપવાની પ્રિંટિંગ પ્રેસનો છે.

આ સંશોધનમાં અમને 6 જાન્યુઆરી 2018ના પ્રસારિત “BoomLive”ના સમાચાર મળ્યા હતા, જેમા જણાવ્યુ હતુ કે. 2017નો આ વિડિયો લોકોમાં ભ્રામક્તા ફેલવવા શેર કરવામાં આવ્યો છે.

કયારેક આ વિડિયો “બાંગ્લાદેશ” ના નામથી તો કયારેક “પાકિસ્તાન” ના નામથી શેર કરવામાં આવે છે. પરંતુ આ વિડિયો ભારતના એક પ્રિંટિંગ પ્રેસનો છે.

ઉપરોક્ત સંશોધનથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો લોકોમાં ભ્રામક્તા ફેલવવા શેર કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. આ વિડિયો પાકિસ્તાનનો નથી પરંતુ ભારતના કોઈ પ્રિંટિંગ પ્રેસનો છે, જે બાળકો માટે નોટ છાપવાનું કામ કરે છે.  

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાનમાં ભારતીય ચલણી નોટો છાપવાનો ગૃહ ઉધ્યોગ ચાલે છે…?

Fact Check By: Frany Karia 

Result: False