ચીનના ડેમનો વિડિયો કોયના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યો હોવાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International

મુંબઈ, કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે વરસાદ થયો છે. ઘણા સ્થળોએ પૂર જેવી સ્થિતિ પ્રવર્તી હતી અને સ્થિર પાણી અને ભૂસ્ખલનને કારણે ઘણા રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા. આ વચ્ચે ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યુ હોવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો શેર કરી દાવો કરવામાં આવે રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કોયના ડેમમાંથી પાણી છોડાયાનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મહારાષ્ટ્રના કોયના ડેમનો નહિં પરંતુ ચીનની યલો નદી પરના ડેમનો છે. કોયના ડેમનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sagar Khuman નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કોયના ડેમમાંથી પાણી છોડાયાનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો ઘણા વર્ષોથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વિડિયો 2020, 2019 અને 2018માં ચીનની યલો રિવર પરના ડેમ તરીકે શેર કરવામાં આવ્યો હતો. 

યલો નદી ચીનની બીજી સૌથી લાંબી નદી છે. 2018માં આ નદીમાં ઘણી વખત પૂર આવ્યું હતુ.

ચીનના હિનાન પ્રાંતમાં સ્થિત આ બંધને Xiaolangdi Dam કહેવામાં આવે છે. ડેમમાંથી કાપ દૂર કરવા માટે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવે છે.

બંધનું બંધારણ એવું છે કે જ્યારે તેમાંથી પાણી છોડવામાં આવે છે, ત્યારે તેને ઉચાઈ પર ફેંકી દેવામાં આવે છે અને પછી તે નહેરમાં નીચે પડે છે અને નદીમાંથી વહે છે.

Hit full 

આ ડેમમાંથી પાણી છોડવાનું જોવું એ ચીનમાં આકર્ષણનું કેન્દ્રબિંદુ છે. ડેમમાંથી બહાર આવતા પાણીને જોવા માટે હજારો પ્રવાસીઓ આવે છે.

તમે ગૂગલ મેપ પર આ ડેમ જોઈ શકો છો. ખાસ કરીને ચીનમાં આ ડેમનો વિડિયો 2019માં પૂના નજીકના પવન ડેમ તરીકે પણ શેર કરવામાં આવ્યો હતો.

તો કોયના ડેમનું શું?

છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે કોયના ડેમનો સ્ટોક વધ્યો છે. માત્ર ચોવીસ કલાકમાં, ડેમમાં લગભગ 10 ટીએમસી પાણી વધ્યું.

તેથી, કોયના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનો 1.5 ફૂટનો દરવાજો ગયા અઠવાડિયે ખોલવામાં આવ્યો હતો, જેમાં 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તેથી, નદી કિનારાના ગામોને ભયની ચેતવણી આપવામાં આવી હતી.

કોયના ડેમમાંથી પાણી છોડવાનો વિડીયો તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મહારાષ્ટ્રના કોયના ડેમનો નહિં પરંતુ ચીનની યલો નદી પરના ડેમનો છે. કોયના ડેમનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:ચીનના ડેમનો વિડિયો કોયના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યો હોવાના નામે વાયરલ…

Fact Check By: Yogesh Karia 

Result: False