શું ખરેખર ભાજપનો વ્યક્તિ બુથ કેપ્ચરિંગ કરતા પકડાયો..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ભાજપ તારા વળતા પાણી નામના ફેસબુક પેજ દ્વારા ગત તારીખ 14 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. બુથ કેપ્ચરીંગ કરતો વ્યક્તિ ભાજપી નીકળ્યો, ચૂંટણી પંચ બીજી વખત મતદાન કરાવશે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 210 લોકો તેમના પ્રતિભાવ આપ્યા હતા, 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 151 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બુથ કેપ્ચરીંગ કરાવતો વ્યક્તિ ભાજપનો છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોતક્ત પોસ્ટામાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “हरियाणा के फरीदाबाद शहर में बोगस वोटिंग” લખતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, બુથ કેપ્ચરિંગની આ ઘટનાને લઈ ફરિયાદ નોધાઈ હતી, જેમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી દિવ્યભાસ્કરની હિન્દિ વેબસાઈટ દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં ક્યાય પણ ભાજપના વ્યક્તિ હોવાનુ દર્શાવવામાં આવ્યું નથી, માત્ર પોલીંગ એજન્ટ સામે ફરિયાદ થઈ હોવાનું જણાવ્યુ છે.

ARCHIVE

જો કે અમે અમારી પડતાલને વધુ મજબુત કરવા હરિયાણા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ રંજન જોડે વાત કરી હતી. તેમને અમને જણાવ્યુ હતુ કે, બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. પરંતુ તે ભાજપનો વ્યક્તિ હોવાનુ જાણવા મળ્યુ નથી. તે અંગે વધૂ વિગત અમારા પીઆરઓ જ આપને આપશે.

બાદમાં અમે આ પોલિંગ એજન્ટ સામે ફરિયાદ નોધાઈ છે. તે ફરિયાદના તપાસનીસ અધિકારી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગિરિરાજ સિંઘ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોધાઈ છે. પરંતુ ફરિયાદમાં ક્યાય પણ ભાજપનો વ્યક્તિ હોવાનું જણાવવામાં આવ્યુ નથી.”

બાદમાં અમને ઈલેક્શન કમિશનની પીઆરઓ શૈફાલી શરણનુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ, તેમના તેમણે જણાવ્યુ હતુ કે, “બુથ કેપ્ચરિંગની ઘટના અંગેની ફરિયાદ મળી હતી. જેના તપાસ કરતા સત્ય જણાતા, આગામી 19 તારીખે ફરી મતદાન યોજાશે.” આમ, ઈલેકશન કમિશન દ્વારા પણ ક્યાંય જણાવવામાં નથી આવ્યુ કે, આ વ્યક્તિ ભાજપનો છે.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, બૂથ કેપ્ચરિંગ કરનાર વ્યક્તિ ભાજપનો હોવાનું ક્યાંય પણ સાબિત થતુ નથી.

Avatar

Title:શું ખરેખર ભાજપનો વ્યક્તિ બુથ કેપ્ચરિંગ કરતા પકડાયો..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False