શું ખરેખર નાણામંત્રી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…..

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 206 લોકોઓ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 86 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નાણામંત્રી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, દેશમાં આર્થિક સંક્ટ અને વ્યપારમાં મંદીનું કારણ નોટબંધી અને GST છે. 

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર ‘gst impact of demonetisation on economy : finance minister’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વાર પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં નાણામંત્રી નિરમલા સિતારમણ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, આ અંગે કોઈ સર્વે જ કરવામાં નથી આવ્યો. જો સર્વે જ નથી કરાયો તો તેની અસર થઈ છે કે કેમ તે કહેવુ શક્ય નથી. જે સમાચાર તમે નીચે જોઈ શકો છો.

THE WEEK.png

THE WEEK | ARCHIVE

THE HINDU.png

THE HINDU | ARCHIVE

TIMES OF INDIA.png

TIMES OF INDIA | ARCHIVE

જો કે, અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે રાજ્યસભાની વેબસાઈટ પર ડેટા-વાઈઝ સેક્શન અંતર્ગત પ્રશ્નની શોધ કરી હતી. જેમાં અમને આ સેક્શમાં નિર્મલા સીતારમણ દ્વારા આપવામાં આવેલો જવાબ પ્રાપ્ત થયો હતો. જેમાં કોંગ્રેસ નેતા અને સાંસદ દિગ્વિજય સિંહ દ્વારા ભારતની અર્થવ્યવસ્થા, MSMEs અને રોજગાર પર નોટબંધીના પ્રભાવ અંગે પૂછવામાં આવ્યુ હતુ. જેના જવાબમાં નાણામંત્રીએ જવાબમાં જણાવ્યુ હતુ કે, આ અંગે કોઈ વિશેષ અધ્યન નથી કરવામાં આવ્યુ.  

RAJYSABHA.png

RAJYSABHA | ARCHIVE

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પરિણામો પરથી એ સાબિત થાય છે કે, નિર્મલા સિતારમણ દ્વારા આ પ્રકારે ક્યારેય કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. 

Avatar

Title:શું ખરેખર નાણામંત્રી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False