સંદેશની ન્યુઝ પ્લેટનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. ઓરિજનલ ન્યુઝ પ્લેટમાં એડિટ કરીને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યુ છે.

ગુજરાતની ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તમામ પક્ષ એકબીજા પર સોશિયલ મિડિયાના માધ્યમથી નિશાનો સાધી રહ્યા છે અને સાચા ખોટો મેસેજ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે જ સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટનો એક સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો ચે કે, “PM નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, તેઓ બીલીમોરાના કાંતિકાકા સાથે ખમણ વહેંચતા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Amarish Savani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “PM નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, તેઓ બીલીમોરાના કાંતિકાકા સાથે ખમણ વહેંચતા હતા.”

FACEBOOK પર આ સ્ક્રિનશોટને સત્ય માંની ઘણા યુઝર દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. અમને ઓરિજનલ સ્ક્રિનશોટ ફેસબુક પર પ્રાપ્ત થયો હતો.
જે વર્ષ 2018માં અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “સુરતમાં પૂર વખતે હું જાતે સફાઈ કરતો હતો : PM” આ તમે નીચે જોઈ શકો છો.
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના ભાભર ગામમાં લોકોને પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે, “હું મુખ્યમંત્રી હતો ત્યારે સુરતમાં પૂર આવ્યુ હતું અને મેં જાતે સુરતમાં મેં જાતે જઇને સફાઇ કરી હતી. મોરબીમાં હોનારત સર્જાઇ ત્યારે તત્કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધી મોઢે માસ્ક રાખીને ફરતા હતા અને આરએસએસના કાર્યકરો સેવાનું કામ કરતા હતાં.”

તેમજ નીચે તમે ઓરિજનલ સ્ક્રિનશોટ અને વાયરલ થઈ રહેલા સ્ક્રિનશોટ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સ્ક્રિનશોટ એડિટ કરવામાં આવેલો છે. ઓરિજનલ ન્યુઝ પ્લેટમાં એડિટ કરીને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યુ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:PM નરેન્દ્ર મોદીએ બીલીમોરામાં કાંતિકાકા સાથે ખમણ વહેચતા હોવાનું નથી કહ્યુ…જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Altered
