ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 255 બેઠકો જીતી છે. આ દરમિયાન, ઘણા સમાચાર, વિડિયો અને તસવીરો સામે આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે EVM ને બદલ્યું છે. આવી સ્થિતિમાં એક ન્યૂઝ ચેનલની ગ્રાફિક પ્લેટ જેવી તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે ઈવીએમ બદલવાની વાત સ્વીકારી છે. તેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં 142 સીટો પર ફરીથી ચૂંટણી થશે.

આ ન્યુઝપ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની 142 સીટો પર ફરી ચૂંટણી થશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ 142 વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં થવાની નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

આઝાદ બાબા સચ્ચા નાગરિક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની 142 સીટો પર ફરી ચૂંટણી થશે.”

Facebook | Fb post Archive

FACT CHECK

આની પુષ્ટિ કરવા માટે, અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યુ હતુ પરંતુ અમને કોઈપણ વિશ્વસનીય સમાચાર લેખ પ્રાપ્ત થયા ન હતા. ત્યારબાદ અમે ચૂંટણી પંચના જોઈન્ટ ડાયરેક્ટર અનુજ ચાંડકનો સંપર્ક કર્યો અને તેમને અમે આ સમાચાર વિશે પૂછપરછ કરી. તેમણે અમને કહ્યું કે “આ સમાચાર ખોટા છે. ચૂંટણી પંચે આવી કોઈ જાહેરાત કરી નથી. તેમજ અમે EVM વિશે કશું કહ્યું નથી.”

તપાસ દરમિયાન, અમને PIB ફેક્ટ ચેક તરફથી એક ટ્વિટ પણ મળ્યું. તેણે આ સમાચારને પણ નકારી કાઢ્યા છે.

Archive

તેમજ બીજા સ્ક્રિનશોટ અંગે અમે ગૂગલ પર સર્ચ કર્યુ હતુ પરંતુ અમને નેશન ટીવી નામની યુટ્યુબ ચેનલના એક અહેવાલની થમ્બ ઈમેજ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ અહેવાલમાં કોઈપણ પ્રકારના આધાર વગર માહિતી આપવામાં આવી હતી કે, “ઈવીએમની ઘમાસાણ વચ્ચે સુપ્રિમ કોર્ટ એક્શન આવી, વારાણસી સહિત 15 જિલ્લાની 83 ઈવીએમ ને કરાનવી શકે છે જપ્ત, પાંચ રાજ્યોમાં ભલે ચૂંટણી પુરી થઈ ગઈ છે. હારજીત ભલે નક્કી થઈ ગઈ હોય પરંતુ ઈવીએમની બબાલ રોકાવાનું નામ જ નથી લઈ રહી, સપા પ્રમુખ અખિલેશ યાદવે ઈવીએમ ને લઈ હલ્લો મચાવ્યો છે ત્યારે ઈવીએમ ને લઈ સુપ્રિમ કોર્ટની પણ એન્ટ્રી થતી જોવા મલી રહી છે.સુપ્રિમ કોર્ટ દખલ આપી શકે છે અને વારાણસી સહિત 15 જિલ્લાના 83 ઈવીએમ જપ્ત કરાવી શકે છે.” આમ આ અહેવાલ સાથે કોઈપણ અધિકારીનું નિવેદન નહીં કોઈ વકિલનું પણ નિવેદન નહિં માત્ર જે મનમાં આવ્યુ તેને પ્રસારિત કરી દિધુ છે. આ અહેવાલ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો છે કે, કેમ તે અંગે સર્ચ કરતા અમે સુપ્રિમ કોર્ટની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યા ન હતા.

તેમજ બીજી વાત એ કે, આ સ્ક્રિન શોટ માં બ્રેકિંગ પ્લેટ છે તે આજતકની બ્રેકિંગ પ્લેટ છે. અને રવિશ કુમાર તો એનડીટીવી સાથે જોડાયેલા છે. તેમજ અમે રવિશ કુમારના ઓફિશિયલ સોશિયલ મિડિયા એકાઉન્ટસ (ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ) અને એનડીટીવીની ઓફિશિયલ વેબસાઈટ પણ સોશિયલ મિડિયા એકાઉન્ટસ (ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ) પણ તપાસ્યા હતા. જેમાં ક્યાંય પણ આ પ્રકારના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા ન હતા.

તેમજ તમને જણાવી દઈએ કે એબીપી ન્યૂઝના સમાચાર મુજબ, નામાંકિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 25 માર્ચે શપથ લેશે. યુપીમાં જબરજસ્ત જીત બાદ નવી કેબિનેટ નક્કી કરવા માટે 16 માર્ચે નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે બેઠક યોજાઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ 142 વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં થવાની નથી.

Avatar

Title:શું ખરેખર ઉત્તર પ્રદેશમાં 142 બેઠકો પર ફરી થશે ચૂંટણી...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: False