કોરોનાના કારણે અનાથ છોકરીને દત્તક લેવાનો મેસેજ તદ્દન ખોટો છે…. જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

કોવિડને કારણે માતા-પિતાને ગુમાવી ચૂકેલી બે ચિમુરદા છોકરીઓને દત્તક લેવા માતા-પિતાને વિનંતી કરતો એક સંદેશ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, “મેસેજમાં આપેલા નંબર પર કોલ કરીને કોરોનામાં માતા-પિતા ગુમાવેલી બે અનાથ છોકરીઓને દત્તક મેળવવા જણાવાયુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કોરોનાને કારણે માતાપિતાને ગુમાવનારી છોકરીઓને દત્તક લેવાનો મેસેજ નકલી છે. આવા મેસેજ પર વિશ્વાસ કરવો જોઈએ નહિં અને શેર પણ કરવા જોઈએ નહીં. આવા મેસેજ અંગે તાત્કાલિક પોલીસને અથવા ચાઇલ્ડ હેલ્પ લાઈન નંબર 1098 પર જાણ કરવી જોઈએ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nidhi Baa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મેસેજમાં આપેલા નંબર પર કોલ કરીને કોરોનામાં માતા-પિતા ગુમાવેલી બે અનાથ છોકરીઓને દત્તક મેળવવા જણાવાયુ છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ મેસેજમાં આપેલા નંબર પર ફોન કર્યો. પરંતુ, આ નંબર બંધ છે.

ત્યારબાદ અમે ઇન્ટરનેટ પર આ અંગે શોધ કરતા જાણવા મળ્યુ હતુ કે, પીઆઈબી દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, “કોરોના દ્વારા અનાથ છોકરીઓને દત્તક લેવાનો વાયરલ મેસેજ નકલી છે. અનાથ છોકરીઓને દત્તક લેવાની અપીલ કરનારા સંદેશ પર વિશ્વાસ કરશો નહીં. કાયદા દ્વારા સત્તાવાર પ્રક્રિયા દ્વારા બાળકને દત્તક લેવું ફરજિયાત છે.

Archive

મહારાષ્ટ્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ આ અંગે સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. ટ્વિટર પર માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરોનાને કારણે તેમના માતા-પિતાના મોત થયા છે તેવા બાળકોને દત્તક લેવા હાલમાં સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સંદેશ ગેરકાયદેસર,  ભ્રામક અને ગેરમાર્ગે દોરનાર છે. આમ બાળકને દત્તક લઈ શકાય નહીં. યોગ્ય કાનૂની પ્રક્રિયા શું છે તે જાણી લો.

Archive

મહારાષ્ટ્ર રાજ્ય સિંગલ મહિલા નીતિ સમિતિના સંયોજક રેણુકા કદ દ્વાર પણ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને લોકોને આવા વાયરલ સંદેશાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે.

“આપણા દેશમાં બાળક દત્તક લેવા માટે એક રજિસ્ટર્ડ સંસ્થા છે. કેન્દ્ર સરકાર દ્વારા Central Adoption Regulation Agency (CARA)ના મહત્વપૂર્ણ નિયમો આપે છે. આ નિયમો અને માર્ગદર્શિકા મુજબ જ નોંધાયેલ સંસ્થા પાસેથઈ બાળકને દત્તક લઈ શકાય છે” તેવું તેમણે જણાવ્યું હતું.

તેણી આગળ લખે છે, “જ્યારે આવા સંદેશાઓ ફોરવર્ડ કરવામાં આવે છે અથવા કોઈ આ રીતે બાળકને દત્તક લે છે, તો સૌ પ્રથમ તે બાળકોના અધિકારોનું ઉલ્લંઘન છે. બીજો કાનૂની ગુનો છે. આવા સંદેશાઓ ફોરવર્ડ કરીને, શું આપણે અજાણતાં બાળકોને માનવ તસ્કરીની જાળમાં ધકેલી રહ્યા છીએ? આવા સંદેશાઓને ફોરવર્ડ કરતી વખતે આને ધ્યાનમાં લેવું જોઈએ.”

Facebook | Archive

મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ એક પછી એક ટ્વિટ કરીને લોકોને કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો વિશે તુરંત પોલીસ અથવા બાળ કલ્યાણ સમિતિને જાણ કરવા વિનંતી કરી છે.

“બાળ કલ્યાણ સમિતિને વિક્ષેપિત કરીને કોઈએ પણ બાળક અપનાવવું ગેરકાનૂની છે. જો કોઈ બાળકનો સીધો દત્તક લેવા તમારો સંપર્ક કરે છે, તો તરત જ પોલીસને જાણ કરો. આ માટે તમે ચાઇલ્ડ હેલ્પ લાઈન નંબર 1098 પર સંપર્ક કરી શકો છો. આ માહિતી પ્રદાન કરવાની તમારી જવાબદારી છે. કોઈએ લાચાર બાળકોના ફોટા અથવા સંદેશા શેર કરવા જોઈએ નહીં,” ઈરાનીએ ટ્વીટમાં જણાવ્યુ હતુ.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થયા છે. કારણ કે, કોરોનાને કારણે માતાપિતાને ગુમાવનારી છોકરીઓને દત્તક લેવાનો મેસેજ નકલી છે. આવા મેસેજ પર વિશ્વાસ કરવો જોઈએ નહિં અને શેર પણ કરવા જોઈએ નહીં. આવા મેસેજ અંગે તાત્કાલિક પોલીસને અથવા ચાઇલ્ડ હેલ્પ લાઈન નંબર 1098 પર જાણ કરવી જોઈએ.

Avatar

Title:કોરોનાના કારણે અનાથ છોકરીને દત્તક લેવાનો મેસેજ તદ્દન ખોટો છે….

Fact Check By: Yogesh Karia 

Result: False