શું ખરેખર આપના ધારાસભ્ય દ્વારા આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political

તાજેતારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ટ્વિટનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્વિટમાં તારીખ 11 ફેબ્રુઆરી 2020 લખવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા વિવાદાસ્પદ ટ્વિટ કરવામાં આવ્યુ.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો તામિલનાડુના ફાધર જગત કૈસ્પરના છે અને બે વર્ષથી વધુ જૂના છે. કૈસ્પર એક ખ્રિસ્તી પાદરી છે અને ઘણીવાર ટીવી ચેનલો પર ઉપદેશ આપે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા વિવાદાસ્પદ ટ્વિટ કરવામાં આવ્યુ.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા ટ્વિટના આધારે તપાસ શરૂ કરતા અમને અમાનતુલ્લાહ ખાન દ્વારા 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ 12.08 મિનિટે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ફક્ત એટલું જ લખેલું હતું કે, “13 राउंड पूरे होने के बाद 72000 वोट से आगे चल रहा हूँ।” આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પોસ્ટમાં મૂકવામાં આવેલા અમાનતુલ્લાહ ખાનના ટ્વિટને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, તેમના ઓરિજીનલ ટ્વિટ અને પોસ્ટમાં મૂકવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવેલી ભાષાના ફોન્ટ અલગ-અલગ જોવા મળે છે. તેમજ ટ્વિટર દ્વાર ફોન્ટ બદલવાનો વિકલ્પ આપવામાં આવતો નથી. 

અમારી વધુ તપાસમાં અમને અમાનતુલ્લાહ ખાન દ્વારા 13 ફેબ્રુઆરી, 2020ના ટ્વિટર પર આ માહિતી ખોટી હોવાની સ્પષ્ટતા કરતું એક ટ્વિટ પણ પ્રાપ્ત થયુ હતું. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ટ્વિટમાં છેડછાડ કરી એડિટ કરી અને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર આપના ધારાસભ્ય દ્વારા આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….?

Fact Check By: Yogesh Karia 

Result: Altered