થોડાક સમય પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજન ના અભાવે થયું નથી. જો કે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મિડિયામાં ભારે કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. તે વચ્ચે સોશિયલ મિડિયા પર આ સંદર્ભે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કરીને લખાણ લખવામાં આવ્યું હતું. આ લખાણ શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બંને નિવેદન ગુજરાત ભાજપા અધ્યક્ષ અને સાસંદ સી આર પાટિલ દ્વારા આપવામાં આવ્યા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી મુજબના કોઈ નિવેદન ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આપવામાં નથી આવ્યુ. તેમના નામે ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dolvan Taluka Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બંને નિવેદન ગુજરાત ભાજપા અધ્યક્ષ અને સાસંદ સી આર પાટિલ દ્વારા આપવામાં આવ્યા.”

Facebook | Fb post Archive

ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ નાગરિક હોસ્પિટલ બીલ ના કારણે દેવાદાર નથી થયું. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલના બિલ પર લગામ લગાવવાનું કાર્ય કર્યું છે. આ પ્રકારના લખાણ સાથેની પોસ્ટ સોશિયલ મિડિયા ઉપર પોસ્ટ વાયરલ થઈ રહી છે. ફેસબુક પર જૂદા-જૂદા લોકો દ્વારા આ પોસ્ટને ખૂબ વાયરલ કરવામાં આવી રહી છે. જે તમે નીચે જોઈ શકો છો.

FACEBOOK

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતલા/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને હિન્દુસ્તાન મિરરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ પોસ્ટને લઈ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્તાન મિરર | સંગ્રહ

તેમજ વધૂ સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સી.આર.પાટિલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ખોટી રીતે તેમના નામે નિવેદન વાયરલ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.

Divyabhaskar | Archive

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે ભાજપા અધ્યક્ષ સી.આર.પાટિલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “મે આ પ્રકારે કોઈ નિવેદન આપ્યુ નથી. અમારા ધ્યાન પર આ બાબત આવી છે.અમે તેને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યા છીએ.કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આ પ્રકારની ખોટી વાતોને વહેતી કરવી એ ગુનાહીત કાર્ય છે.જે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ લખાણ લખીને ખોટી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેમની સામે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તેમજ પોસ્ટ સાથે જે ચાર મેસેજ સી.આર.પાટીલના નામે ફેલવવામાં આવી રહ્યા છે. તેમાં પ્રથમ મેસેજ કે પ્રાઈવેટ હોસ્પિટલના બીલનો તો આપને જણાવી દઈએ કે, પ્રાઈવેટ હોસ્પિટલના બીલને લઈને પણ ઘણી વખત મિડિયામાં આલોચના થઈ હતી.

બીજો મેસેજ ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત થયા નથી. પરંતુ ઘણા મિડિયા અહેવાલમાં ગુજરાતના જૂદા-જૂદા વિસ્તારમાં ઓક્સિજનની કમીના કારણે દર્દીઓના મોતની વાત સામે આવી હતી.

ત્રીજો મેસેજ ખાનગી હોસ્પિટલના ભાવમાં લગામ લગાવવામાં આવ્યા. સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ ઘણી ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી તોતિંગ ભાવ વસૂલી રહી છે.

ચોથો મેસેજ ગુજરાતમાં રેમડેસિવિરની કાળા બજારી નથી થઈ. પરંતુ નકલી રેમડેસિવિર વહેચનાર અને તેની કાળા બજારી કરનાર 92 લોકો સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી મુજબના કોઈ નિવેદન ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આપવામાં નથી આવ્યુ. તેમના નામે ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર BJP સાંસદ સી.આર.પાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ.?

Fact Check By: Yogesh Karia

Result: False