પશ્ચિમ બંગાળ ખાતે TMC અને ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચેની બબાલનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહેલા કેટલાક લોકોના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો મોરબી ખાતે ભાજપના લોકોના પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Adv Hetal Solanki નામના ફેસબુક યુઝર દ્વારા 7 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુજરાતના મોરબીમાં મોરબીની જનતા ભાજપ વાળા નું હાર્દિક સ્વાગત કરી રહી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો મોરબી ખાતે ભાજપના લોકોના પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો તેનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં લોકો ગુજરાતી નહીં પરંતુ હિન્દી ભાષા બોલી રહ્યા છે તેમજ આજુબાજુ દેખાઈ રહેલા હોર્ડિંગ પર પણ હિન્દી લખાણ તમે જોઈ શકો છો.

ત્યાર બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એખ સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ન્યૂઝ 18 ઈન્ડિયાના સત્તાવાર ટ્વિટર પર 6 ઓગષ્ટ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળના હુગલી ખાતે ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું તેનો આ વીડિયો છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને અમને ટીવી9 ભારતવર્ષ  દ્વારા 5 ઓગષ્ટ, 2022ના રોજ પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “પશ્ચિમ બંગાળના ચૂચુડામાં ખાદીનામોડ ખાતે ભાજપની રેલી દરમિયાન તણાવ સર્જાયો હતો. ત્યારે તૃણમૂલના ધારાસભ્ય અસિત મજમુદારના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

Archive

એબીપી બંગાળી દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં આ બનાવને લઈ ભાજપા અને ટીએમસીના ધારાસભ્યનો પક્ષ આપણે સાંભળી શકીએ છીએ. જેમાં આરોપ-પ્રતિઆરોપ આપતા માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપે ટીએમસી ધારાસભ્ય અસિત મજુમદાર અને તેમના સમર્થકો પર પાર્ટીના કાર્યકર્તાઓને કોઈપણ ઉશ્કેરણી વિના માર મારવાનો આરોપ લગાવ્યો હતો. આરોપોને નકારી કાઢતા, મજુમદારે દાવો કર્યો હતો કે તેમણે અને અન્ય પક્ષના કાર્યકરોએ ભાજપના કાર્યકરોનો સામનો કર્યો હતો જેઓ ટીએમસી પર ખોટા આક્ષેપો કરી રહ્યા હતા.” 

અન્ય કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. etvbharat.com | timesofindia.indiatimes.com

પરિણામઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:પશ્ચિમ બંગાળ ખાતે TMC અને ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચેની બબાલનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply