શું ખરેખર સુરત પોલીસ દ્વારા લોકોને મદદ માટે આહ્વવાન કરવામાં આવ્યુ છે.? જાણો શું છે સત્ય..

Coronavirus False રાષ્ટ્રીય I National સામાજિક I Social

જનશક્તિ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તમે સુરત પોલીસ સાથે કામ કરવા માંગો છો? સુરત ગુજરાત વિકાસ સમિતિ સંચાલિત સુરક્ષા સેતુનો ભાગ બનવા માંગતા હોવ અને તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનની પોલીસ સાથે સેવા કરવા માંગતા હોય તો તમે રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનના નામની લિંક પર ક્લિક કરો અને એડ થય જાવ.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરક્ષા સેતુનો ભાગ બનવા પોલીસ દ્વારા આહ્વવાન કરવામાં આવ્યુ છે અને પોલીસ સ્ટેશન વાઈસ ગ્રુપ બનાવવામાં આવ્યા છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે એક ગ્રુપમાં એડ થયા દરમિયાન અમને આ ગ્રુપમાં મેસેજ આવ્યો કે, મિત્રો ફોન કરવા નહિ તમે અમારી સાથે જોડાવા માંગતા હોય તો તમે રહેતા હોય ત્યાં જે પોલીસ સ્ટેશન લાગતું તે પોલીસ સ્ટેશનની લિંક ક્લિક કરી ને જોડાય જાવ અને ગ્રુપ ફૂલ થય ગયું હોય તો તમારી આજુ બાજુ માં આવતા પોલીસ સ્ટેશનના ગ્રુપમાં જોડાય જાવ..બીજા ગ્રુપમાં જગ્યા ના હોય તો પણ તમારો મેસેજ આવ્યો છે એટલે મિટિંગ થશે ત્યારે તમને સામે થી ફોન આવી જશે બાકી ની માહિતી તમને ગ્રુપમાં જ મળશે અને મિટિંગ થશે ત્યારે તમને ફોન કરીને માહિતી આપશું..મિટિંગ બાબતે પણ કોઈએ ફોન કરવો નહિ મિટિંગ હવે લોક ડાઉન પસી જ થશે…આપણે પોલીસ મિત્ર બનવાનું છે સહકાર બાદલ આભાર” 

હવે આ મેસેજ બાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોન નંબર પર પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમને કોઈ પ્રતિસાદ પ્રાપ્ત થયો ન હતો. ત્યારબાદ અમે સુરતના એક ઉચ્ચ અધિકારીને આ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ કે, “આ પ્રકારે કોઈ જાહેરાત સુરત પોલીસ દ્વારા કરવામાં આવી નથી તેમજ આ અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને તારીખ 23 એપ્રિલ 2020ના ગુજરાત સમાચારના ઈપેપર પર આ અંગેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પોલીસ સ્ટેશનના નામનો ઉપયોગ કરી લોભામણી અને લલચામણી જાહેરાત કરી લોકો સાથે ઢગાઈ કરનાર પ્રવિણ ભાલાળા, શૈલેષ પાનસુરીયા અને તુષાર કોરીયાની પોલીસે ધરપકડ કરી છે.  

GUJARATSAMACHAR | ARCHIVE

NEWS18 GUJARATI દ્વારા આ અંગેની વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં આ પકડાયેલા ત્રણેય આરોપીઓનો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

NEWS18 GUJARATI | ARCHIVE

દિવ્ય ભાસ્કર દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સાધના સાવલિયા નામની મહિલાની પણ સંડોવણી ખૂલતા તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

DIVYABHASKAR | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી મુજબ સુરત પોલીસ દ્વારા કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. પોલીસે આ અંગે ગુનો નોંધી અને ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

Avatar

Title:શું ખરેખર સુરત પોલીસ દ્વારા લોકોને મદદ માટે આહ્વવાન કરવામાં આવ્યુ છે.? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh karia 

Result: False