શું ખરેખર કેજરીવાલનો પ્રચાર પાકિસ્તાનમાં પણ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

મોટાભાઈ બેફામ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “पाकिस्तान में केजरीवाल का प्रचार” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 79 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેજરીવાલનો પ્રચાર પાકિસ્તાન પણ કરવામાં આવ્યો અને તેના બેનરો પણ લાગેલા જોવા મળી રહ્યા છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના તેમજ યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ALAMY.COM  દ્વારા તેમની વેબસાઈટ પર ઓરિજનલ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ દેખાઈ છે કે, દૂકાનનું નામ સાજીદ ઈલેક્ટ્રોનિક લખેલુ છે. આ ફોટો પાકિસ્તાનના કરાચીના સિંધ પ્રદેશનો છે. જે તમે નીચે જોઈ શકો છો.  

ALANY.COM | ARCHIVE

આમ ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે ફોટો શોપના માધ્યમથી એડિટ કરવામાં આવેલો છે. બંને વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ફોટોશોપના માધ્યમથી એડિટ કરેલો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ખોટો છે. ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવેલા ફોટોને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યો છે. 

Avatar

Title:શું ખરેખર કેજરીવાલનો પ્રચાર પાકિસ્તાનમાં પણ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •