જાણો તાજેતરમાં ઈરાને ઈઝરાયલના મોસાદ મુખ્યાલય પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈરાન દ્વારા ઈઝરાયલના મોસાદ મુખ્યાલય પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈરાન દ્વારા ઈઝરાયલના મોસાદ મુખ્યાલય પર કરવામાં આવેલા હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ચીનના ચોંગકિંગ શહેરમાં એ મોટર સાયકલના પાર્કિંગમાં લાગેલી ભયાનક આગનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 17 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈરાને મોસાદ હેડક્વાટર પર હુમલો કર્યો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ઈરાને મોસાદ હેડક્વાટર પર હુમલો કર્યો હતો. આ ઈમારત રાજધાની તેલ અવીવના હર્ઝલિયા ટાઉનમાં આવેલી છે. આ ઉપરાંત લશ્કરી ગુપ્તચર સાથે સંકળાયેલ ગુપ્તચર એજન્સી AMAN ની ઈમારતને પણ નિશાન બનાવવામાં આવી છે. . મોસાદના મુખ્યાલય પર થયેલા હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈરાન દ્વારા ઈઝરાયલના મોસાદ મુખ્યાલય પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 11 જૂન, 2025 ના રોજ X હેન્ડલ @HITNEWSWORLD દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટમાં જોવા મળ્યો હતો. અહીં તે જ ક્લિપ સાથે લખવામાં આવ્યું હતું, “ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી વિસ્ફોટને કારણે ચીનના ચોંગકિંગમાં એક વિશાળ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ ઝડપથી પાર્કિંગ વિસ્તારમાં નજીકની બાઇકોમાં ફેલાઈ ગઈ હતી.” જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પહેલાંનો છે.

પ્રાપ્ત માહિતીની મદદથી આગળ વધીને અમે વધુ સંશોધન કર્યું. હવે અમને રોયટર્સના ફેસબુક પેજ પર વાયરલ થયેલા વીડિયો જેવો જ બીજો વીડિયો મળ્યો. જેમાં એવું નોંધવામાં આવ્યું હતું કે “ચીનના ચોંગકિંગમાં એક મોટરસાઇકલ પાર્કિંગ સુવિધામાં મોટી આગ ફાટી નીકળી હતી અને ગાઢ કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો.”

વધુ શોધ કરવા પર, અમને 12 જૂન, 2025ના રોજ Congngheની વેબસાઈટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો. આમાં વાયરલ વીડિયો સાથેના વિઝ્યુઅલ જોઈ શકાય છે. જ્યારે અહેવાલ મુજબ, 11 જૂનના રોજ લગભગ 1:12 વાગ્યે, દક્ષિણ-પશ્ચિમ ચીનના ચોંગકિંગ શહેરમાં સ્થિત એક મોટરસાઇકલ પાર્કિંગ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અનેક ઈલેક્ટ્રિક સ્કૂટર સહિત ડઝનેક વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. જેના કારણે સ્થળ પર ગાઢ કાળો ધુમાડો નીકળવા લાગ્યો અને અનેક વિસ્ફોટોના અવાજો પણ સંભળાયા. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ માત્ર ત્રણ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લગભગ 20 મિનિટની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આગળ જતાં, અમને 12 જૂન, 2025 ના રોજ શાંઘાઈ આઈની યુટ્યુબ ચેનલ દ્વારા આ ઘટના અંગેનો એક વીડિયો રિપોર્ટ મળ્યો, જેમાં સમાન દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા.

અમને જાણવા મળ્યું કે, ચીની મીડિયા આઉટલેટ્સે આ ઘટના અંગે તેમના સમાચાર અહેવાલો પ્રકાશિત કર્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈરાન દ્વારા ઈઝરાયલના મોસાદ મુખ્યાલય પર કરવામાં આવેલા હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ચીનના ચોંગકિંગ શહેરમાં એ મોટર સાયકલના પાર્કિંગમાં લાગેલી ભયાનક આગનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં ઈરાને ઈઝરાયલના મોસાદ મુખ્યાલય પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *