શું ખરેખર ગુજરાતમાં 2520 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે...? જાણો શું છે સત્ય....
હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ પેપરનું એક કટિંગ શેર કરવામાં આવી રહ્યુ છે. જેમાં એક જાહેરાત આપવામાં આવવી છે અને જણાવવામાં આવ્યુ છે કે, ગુજરાત સરકાર દ્વારા ખાલી પડેલી 2520 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે જાહેરાત ખોટી છે, સરકાર દ્વારા આ પ્રકારે કોઈ સીધી ભરતી કરવામાં આવી રહી નથી. જેની પૃષ્ટી ગુજરાતના સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Faruk masbi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2020ના Chikhli Muslim group નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા 2520 ખાલી પડેલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ પોસ્ટ જોતા જ શંકા ઉપજાવે તેવી હતી. કારણ કે, સરકારી નોકરીમાં ભરતીની જાહેરાત સાથે પગાર લખેલોએ આશ્ચર્ય ઉપજાવે તેવુ હતુ.
બાદમાં અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી જાહેરાતમાં આપેલી વેબસાઈટ www.gujarates.in ની મુલાકાત લીધી હતી. પરંતુ આ વેબસાઈટ કોઈ સરકારી નહિં પરંતુ ખાનગી હોવાનું લાગી રહ્યુ હતુ. જેમાં અન્ય કોઈ માહિતી નહિં પરંતુ સીધી જ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી જાહેરાત જ ખુલી રહી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને SP Bhavngar દ્વારા આ જાહેરતને લઈ એક ફેસબુક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં આ ભરતીના સમાચાર ખોટા હોવાનું જણવવામાં આવ્યુ હતુ અને લોકોને આ પ્રકારની જાહેરાતથી દૂર રહેવા પણ જણાવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે સાઈબર ક્રાઈમ અમદાવાદનો સંપર્ક સાધ્યો હતો. ત્યાં હાજર રહેલા એક અધિકારીએ અમને જણાવ્યુ હતુ કે, “આ જાહેરાત તદ્દન ખોટી છે. યુવાનો પાસે થી પૈસા પડાવવા માટે આ જાહેરાત ફેલાવવામાં આવી રહ્યુ હોવાનું જણાઈ રહ્યુ છે. અમારા દ્વારા આ અંગેની તપાસ ચાલુ છે.”
તેમજ તેમણે લોકોને છેતરાવવાથી બચાવવા એક પોસ્ટર પણ બનાવ્યુ હતુ, જે તેમણે અમને મોકલાવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
વીટીવી ન્યુઝ ચેનલ દ્વારા આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ડીવાયએસપી રાણાનું નિવેદન પણ પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા આ પ્રકારે કોઈ સીધી ભરતી કરવામાં આવી રહી નથી. જેની પૃષ્ટી ગુજરાતના સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી છે.
Title:શું ખરેખર ગુજરાતમાં 2520 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે...? જાણો શું છે સત્ય....
Fact Check By: Yogesh KariaResult: False