તાજેતરમાં સોશિયલ મીડિયા પર કતારમાં ઉભેલી એમ્બ્યુલન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતના વિકાસનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ દિલ્હીની LNJP હોસ્પિટલની બહારનો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 18 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 26 વર્ષનો ગુજરાતનો વિકાસ.. ફેક ફોટા, વીડિયોમાં દેખાડ્યો વિકાસ, હકીકતમાં આ છે વિકાસ.. શેયર કરો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતના વિકાસનો છે.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યો છે એ હિન્દી ભાષામાં વાત કરી રહ્યો છે. એટલે કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે જ્યારે આ વીડિયોમાં હિન્દી ભાષા હોવાથી એ કોઈ બીજા રાજ્યનો હોવાની શક્યતા પેદા થઈ હતી. ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને TV9 Bharatvarsh દ્વારા 18 એપ્રિલ, 2021 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીની LNJP હોસ્પિટલની બહાર કોરોનાના દર્દીનું એમ્બ્યુલન્સમાં દોઢ કલાક રાહ જોયા પછી મૃત્યુ થયું હતું.

Archive

અમારી વધુ તપાસમાં અમને amarujala.com દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર 18 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

screenshot-www.amarujala.com-2021.04.26-22_43_51.png

Archive

કેટલાક અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. tricitytoday.com | delhidarpantv.com

દિલ્હી કોંગ્રેસ પ્રદેશ કમિટીના પ્રેસિડેન્ટ Anil Chaudhary દ્વારા પણ આજ વીડિયો LNJP હોસ્પિટલની બહાર બેડ ન મળવાને કારણે કોરોનાના દર્દીએ દમ તોડ્યો હોવાની માહિતી સાથે 17 એપ્રિલ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

Archive

વધુમાં અમને Vinod Kapri નામના એક પત્રકાર દ્વારા પણ આજ વીડિયો દિલ્હીની LNJP હોસ્પિટલની બહારનો હોવાની માહિતી સાથે 17 એપ્રિલ, 2021 ના રોજ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ દિલ્હીની LNJP હોસ્પિટલની બહારનો છે.

Avatar

Title:શું ખરેખર કતારમાં ઉભેલી એમ્બ્યુલન્સનો આ વીડિયો ગુજરાતનો છે...?

Fact Check By: Vikas Vyas

Result: False