શું ખરેખર ‘બચપન કા પ્યાર’ ગીતથી ફેમસ થયેલા સહદેવને MG મોટર્સે 23 લાખની કાર ગિફ્ટ કરી….? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘બચપન કા પ્યાર’ ગીતથી ફેમસ થયેલા સહદેવનો એક ગાડીની ચાવી સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સહદેવને MG મોટર્સે 23 લાખની કાર ગિફ્ટમાં આપી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, સહદેવને MG મોટર્સ દ્વારા 21,000 રુપિયાનો ચેક પ્રોત્સાહન રુપે આપવામાં આવ્યો છે જ્યારે સહદેવના હાથે એક ગ્રાહકને ગાડીની ચાવી આપવામાં આવી છે એવું MG મોટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chirag Naliyapara નામના ફેસબુક યુઝર દ્વારા 15 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બચપન કા પ્યાર’ ગીતથી ફેમસ થયેલા સહદેવને MG મોટર્સે 23 લાખની કાર ગિફ્ટમાં આપી છે.

download (1).png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી સાચી હોવાનું જાણવા મળ્યું નહતું. 

ત્યાર બાદ અમે સીધો જ રાયપુર ખાતે આવેલા MG મોટર્સના શોરુમમાં સંપર્ક કરતાં ત્યાંના સેલ્સ મેનેજર કૌશિકે અમને જણાવ્યું હતું કે, “MG મોટર્સ દ્વારા સહદેવને 23 લાખની કાર ગિફ્ટમાં આપી હોવાની માહિતી તદ્દન ખોટી છે. અમારી કંપની દ્વારા સહદેવને પ્રોત્સાહન રુપે 21,000 રુપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. તેમજ સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યા છે એ સહદેવ દ્વારા પ્રમોશનના ભાગરુપે એક ગ્રાહકને ગાડીની ચાવી આપવામાં આવી હતી તેના છે.”

ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારતાં અમને vtvgujarati.com દ્વારા 13 ઓગષ્ટ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો ગણાવવામાં આવ્યો હતો.

download.png

Archive

પોસ્ટમાં મૂકવામાં આવેલી આજ માહિતીને ખોટી ગણાવતા અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. tv9hindi.com | iamgujarat.com

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે MG મોટર્સ, રાયપુરના સેલ્સ હેડ ધીરજકુમારનો સંપર્ક કરતાં તેઓએ પણ અમને આ દાવો ખોટો હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે આ માહિતી ખોટી હોવાનું એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુનો વીડિયો પણ અમને મોકલ્યો હતો.

Archive

વધુમાં સહદેવને જે દિવસે 21,000 રુપિયાનો ચેક આપવામાં આવ્યો એ દિવસના અન્ય કેટલાક વીડિયો પણ અમને ધીરજકુમારે મોકલ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, સહદેવને MG મોટર્સ દ્વારા 21,000 રુપિયાનો ચેક પ્રોત્સાહન રુપે આપવામાં આવ્યો છે જ્યારે સહદેવના હાથે એક ગ્રાહકને ગાડીની ચાવી આપવામાં આવી છે એવું MG મોટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Avatar

Title:શું ખરેખર ‘બચપન કા પ્યાર’ ગીતથી ફેમસ થયેલા સહદેવને MG મોટર્સે 23 લાખની કાર ગિફ્ટ કરી….?

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •