
મોટાભાઈ બેફામ નામના એક ફેસબુક પેજ દ્વારા 23 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, अमित_शाह जी की चाणक्य नीति देखिए… एक युवक के पी यादव उनके पास आया और उनसे कहा मैं कांग्रेस का सक्रिय कार्यकर्ता हूं कांग्रेस में जिला लेवल पर कई पदों पर रहा हूं लेकिन मैं ज्योतिरादित्य सिंधिया के खिलाफ चुनाव लड़ना चाहता हूं चाहे वह ग्वालियर से लड़े या गुना से जुड़े. अमित शाह चौक उठे बोले क्यों आप सिंधिया के खिलाफ लड़ना चाहते हैं उस युवक के पी यादव ने उन्हें मोबाइल की एक सेल्फी दिखाई और बोला सर मैंने 20 साल कांग्रेस को दिए मैंने ज्योतिराज सिंधिया से एक सेल्फी के लिए रिक्वेस्ट किया तब उन्होंने मुझे डांट कर भगा दिया और गाड़ी का दरवाजा तक नहीं खोला यह वही सेल्फी है. अमित शाह के अंदर के चाणक्य बुद्धि जाग गई उन्हें लगा कि ये मेरे लिए चंद्रगुप्त साबित होगा उन्होंने सोचा ज्योतिरादित्य सिंधिया तो अजेय है चलो प्रतिशोध की आग में जल रहे इस कांग्रेसी युवा पर जुआ खेला जाए और उन्होंने उस केपी यादव को टिकट दिया और नतीजा यह कि पिछले 3 सालों में के पी यादव ने इतना मेहनत किया था कि उसने महाराजा ज्योतिरादित्य सिंधिया को हरा दिया??✌ ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 629 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 130 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને K.P.Yadav સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા કરતાં કંઈક જુદી જ માહિતી પ્રાપ્ત થઈ હતી. 23 મે, 2019 ના રોજ Times Now News દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખેલું હતું કે, કે.પી.યાદવ દ્વારા કોંગ્રેસ પાર્ટી માટે મહા મહેનત કરવા છતાં પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિતેલી ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી. આ કારણે જ તેઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયા હતા અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જે સામાચાર તમે નીચે જોઈ શકો છો.


ત્યાર બદ અમે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટો વિશે જાણવાની કોશિશ કરી ત્યારે News24Online દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પરથી અમને જાણવા મળ્યું કે, ઉપરનો ફોટો જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શિની સિંધિયા દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો. જ્યારે કે.પી.યાદવે ભાજપમાં જોડાયા પછી ચૂંટણી લડવા માટે નામાંકન કર્યું ત્યારે વ્યંગ કરવા માટે પ્રિયદર્શિનીએ આ ફોટોને શેર કર્યો હતો અને સાથે લખ્યું હતું કે, “કે.પી.યાદવ કે જે હંમેશા મહારાજાની સાથે સેલ્ફી લેવા માટે લાઈનમાં દેખાતા હતા, આજે તેને ભાજપાએ ચૂંટણી માટે ઉમેદવાર ઘોષિત કર્યા છે.”

ઉપરના સંશોધન પરથી એ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા સેલ્ફી માટે ના કહેવા પર નહીં પરંતુ વિતેલી ચૂંટણીમાં ટિકિટ ના મળવા પર નારાજ થવાથી કે.પી.યાદવ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર જ્યોતિરાદિત્ય દ્વારા સેલ્ફીની ના બની કે.પી.યાદવના ગુનાથી જીતનું કારણ…? જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False
