Piyush Hirpara નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ માં રહેતા મુંબઈ થી શિફ્ટ થયેલા શ્રીમતી સેજલબેન શાહનું નવું સોપાન. તેમને પશ્ચિમ ભારતની ૪૫ ડિગ્રી ગરમીથી બચવા પોતાની ટોયોટા ગાડીને બનાવી ગાય આધારિત પ્રાકૃતિક ગાડી. તેમણે પોતાની ગાડી ઉપર કર્યું દેશી ગાયના છાણનું લીપણ. આથી ૧૫ - ૨૦ ડિગ્રી ગરમી ઓછી લાગે છે અને તેમણે જણાવ્યા પ્રમાણે ગાડીમાં એ સી કરવાની જરૂર પડતી નથી ,જેથી વાતાવરણ ઉપર વધુ બોજ પડતો નથી. સેતુકભાઈ શાહ ગાડી વિશે ની વધુ માહિતી આપતા કહે છે. "પહેલો હાથ સાદુ છાણ અને ભૂંસા નો હાથ કર્યો, તેમાં સુકાયા બાદ લીંપણ ફાટ્યું. ફરી ગુંદર ઉમેરી બીજો હાથ કર્યો. ખૂબ જ ઘસી ઘસી કરવાથી કલર ઉપર પક્કડ આવી ગઈ છે. કેટલો સમય ટકી શકે એ માટે અમારે પણ પ્રથમ વાર જ પ્રયોગ છે. શુ પરિણામ આવે તે જોઈએ. અમારી ગણતરી ચોમાસા સુધી ની છે, ફરી કરાવવાનો ખર્ચ 1200 થી 1500 રૂપિયા. પણ ગરમીના ઘટાડા મા ખૂબ મોટી અસર ચોક્કસ છે." ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 327 લોકોએ લાઈક કરી હતી, 8 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને 41 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.05.22-22-22-58.png
Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.05.22-22-29-38.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે અમને ઘણા બધા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઘણા બધા મીડિયા માધ્યમો દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Ndtv.ComTimesnownews.ComIndianexpress.ComTribuneindia.com
ArchiveArchiveArchiveArchive

આ તમામ સમાચારો પરથી અમને જાણવા મળ્યું હતું કે, અમદાવાદમાં રહેતા અને મુંબઈથી શિફ્ટ થયેલા શ્રીમતી સેજલબેન શાહે પશ્ચિમ ભારતની ૪૫ ડિગ્રી ગરમીથી બચવા પોતાની ટોયોટા ગાડીને ગાયના છાણથી બનાવી છે પ્રાકૃતિક ગાડી. તેમણે પોતાની ગાડી ઉપર દેશી ગાયના છાણના લીંપણનો લેપ કર્યો છે. આથી ૧૫ - ૨૦ ડિગ્રી ગરમી ઓછી લાગે છે.

અમે સેજલબેન સાથે વાત કરતાં તેમણે અમને જણાવ્યું હતું કે, ગાયના છાણના લેપને કારણે ગાડીમાં એસી કરવાની જરૂર પડતી નથી. જેના પરિણામે વાતાવરણ પર પણ ઓછો બોજ પડે છે. ત્યાર બાદ તેમના પતિ સેતુકભાઈ શાહ સાથે પણ અમે વાત કરી હતી તો તેમણે અમને જણાવ્યું હતું કે, "પહેલો હાથ સાદુ છાણ અને ભૂંસાનો હાથ કર્યો, તેમાં સુકાયા બાદ લીંપણ ફાટ્યું. ફરી ગુંદર ઉમેરી બીજો હાથ કર્યો. ખૂબ જ ઘસી ઘસી કરવાથી કલર ઉપર પક્કડ આવી ગઈ છે. કેટલો સમય ટકી શકે એ માટે અમારે પણ પ્રથમ વાર જ પ્રયોગ છે. શુ પરિણામ આવે તે જોઈએ. અમારી ગણતરી ચોમાસા સુધીની છે, ફરી કરાવવાનો ખર્ચ 1200 થી 1500 રૂપિયા થાય છે. પણ ગરમીના ઘટાડામાં ખૂબ મોટી અસર ચોક્કસ છે."

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટો મુજબ જ ગાડીને ગરમીથી બચવા ગાયના છાણનો લેપ કરવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ગરમીથી બચવા માટે ગાડી પર ગાયના છાણનો લેપ કરવામાં આવ્યો...? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas

Result: True