શું ખરેખર સિમલા મરચામાં વિશ્વનો સૌથી પાતળો અને ઝેરી સાપ મળી આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Voice of Public નામના ફેસબુક પેજ દ્વારા 9 ઓગષ્ટ,2019  ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતીઆ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  #ભોલર મરચાં (સિમલા) માં દુનિયાનો સૌથી પતલો અને #ઝેરી “સાપ”.મીત્રો #શેર કરજો અજાણ લોકો ને ખબર પડે. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કેસિમલા મરચામાં દુનિયાનો સૌથી પાતળો અને ઝેરી સાપ જોવા મળ્યો. આ પોસ્ટને 283 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 63 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 2000 થી વધુ લોકો દ્વારા પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive 

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગુગલનો સહારો લઈ Worlds thinnest snake લખીને સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.05-20_05_02.png

Archive

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, ‘બાર્બાડોઝ થ્રેડસ્નેક’ એ દુનિયાનો સૌથી નાનો સાપ છે. પરંતુ આ સાપ પોસ્ટના વીડિયોમાં દેખાતા સાપથી બિલકુલ અલગ જ છે. જે તમે નીચે જોઈ શકો છો. 

image2.jpg

Archive

આ ઉપરાંત અમને યુટ્યુબ પર પણ આ સાપ વિશે માહિતી આપતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં આ સાપ વિશે ઘણી બધી માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી તપાસને આગળ વધારતાં અમે ગુગલ પર ‘Horsehair Worm’ કીવર્ડથી સર્ચ કરતાં અમને એક જ જેવા પરિણામવાળી બે વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. આ વેબસાઈટ પર જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફોટો પોસ્ટના વીડિયોમાં દેખાતા સાપ સાથે હૂબહૂ મળતો આવે છે. જેને હોર્સહેયર વર્મ કહેવામાં આવ્યો છે.

image8.jpg

 Archive

image7.jpg
image6.jpg

PennlivePost | ArchivedLink

અમારી વધુ તપાસમાં અમને યુટ્યુબ પર પણ એક વીડિયો મળ્યો. જેમાં આ કીડો દર્શાવવામાં આવ્યો છે. આ કીડો પોસ્ટમાં દેખાતા કીડા સાથે હુબહુ મળતો આવે છે. આ વીડિયોમાં આ કીડાને ‘હોર્સહેયર વર્મ’ નામ આપવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારા સંશોધનને વધુ મજબૂત બનાવવા માટે અમે ‘Indian Institute of Science-Center Ecologocal Sciences’ ના પ્રોફેસર વીના ટંડન સાથે પોસ્ટના વીડિયો અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, ઉપરોક્ત વીડિયોમાં જે દેખાય છે તે એક કૃમિછે. જેને હોર્સહેયર વર્મ’ , ‘ગોરડિઅસ અથવા નેમોટોમોરફા ના નામે ઓળખવામાં આવે છે. આ કૃમિ માટી, પાણી અને ફૂલછોડમાં રહે છે અને જીવજંતુઓ માટે હાનિકારક પણ નથી. વીડિયોમાં સિમલા મરચામાંથી નીકળેલો કોઈ કીડો કે સાપ નહીં પણ એક પ્રકારનો કૃમિ છે.

image10.jpg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વિશ્વના સૌથી પાતળા અને સૌથી ઝેરી સાપનો નહીં પરંતુ એક હોર્સહેયર નામના કૃમિનો છે. આ વીડિયો ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે મૂકવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વિશ્વના સૌથી પાતળા અને સૌથી ઝેરી સાપનો નહીં પરંતુ એક ‘હોર્સહેયર’ નામના કૃમિનો છે. આ વીડિયો ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે મૂકવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર સિમલા મરચામાં વિશ્વનો સૌથી પાતળો અને ઝેરી સાપ મળી આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •