Fake News: PM નરેન્દ્ર મોદીના જૂના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....
PM નરેન્દ્ર મોદીનો આ વિડિયો હાલનો નહિં પરંતુ જ્યારે તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારનો આ વિડિયો છે. તે સમયે તેમણે કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર કરેલા પ્રહારોનો આ વિડિયો છે.
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીએમ મોદી મિડિયાનો પક્ષ લઈ અને દિલ્હીને સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે. આ વિડિયોને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતા દ્વારા સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિડિયાને દિલ્હીથી આ જ પ્રકારે રોકવામાં આવી રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Manoj Sorathiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિડિયાને દિલ્હીથી આ જ પ્રકારે રોકવામાં આવી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને નરેન્દ્ર મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં અમને આ ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો.
જે વિડિયો 24 જાન્યુઆરી 2012ના સોમનાથનો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, સદભાવના ઉપવાસના ભાગ રૂપે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વેરાવળમાં સભા. જે વિડિયોમાં 25.15 મિનિટ પર તેઓ કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે.
જે વિડિયોનો ભાગ જ કાપીને હાલમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.
તેમજ ઓરિજનલ વિડિયોમાં નરેન્દ્ર મોદી શુ કહી રહ્યા છે અને વાયરલ વિડિયોમાં શુ કહી રહ્યા છે. બંને વિડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો છે. તેમજ તેઓ તે સમયની કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરી રહ્યા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fake News: PM નરેન્દ્ર મોદીના જૂના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False