પુલાવામા હુમલાના શહીદોના પરિવારો વિશે ગુજરાતના સીએમએ શું કહ્યું…? જાણો શું છે સત્ય….

રાજકીય I Political

ગત તારીખ 10 એપ્રિલના khabarchhe.com નામની વેબસાઈટ દ્વારા એક આર્ટિકલ પબ્લીશ કરવામાં આવ્યો હતો અને આ આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એર સ્ટ્રાઈકના પુરાવા માગનારા શહીદોના પરિવારજનોને પણ પાકિસ્તાની કહ્યા… આ પોસ્ટને 871 લોકોએ શેર કરી હતી..

PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો છે કે શું તે જાણવું ખૂબ જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરોક્ત આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપાના ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે, તેથી અમે સૌપ્રથમ ગુજરાત ભાજપાના ઓફિશિયલ ફેસબુક પેજ BJP Gujarat ની મુલાકાત લીધી હતી.

ARCHIVE LINK

ભાજપાના ઓફિશિયલ ફેસબુક પેજ પરથી અમને 9 એપ્રિલ 2019ના અપલોડ કરવામાં આવેલો એક વીડિયો મળ્યો હતો, જેમાં ભાજપાના સંકલ્પપત્રના ગુજરાતી ભાષ।ના લોન્ચિંગ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મીડિયા સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. 35 મિનિટના આ વીડિયોમાં 30 મિનિટ બાદ એક રિપોર્ટર દ્વારા મુખ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, હુમલાના પુરાવા તો વિકટીમના પરિવારજનોએ પણ માંગ્યા હતા, તો એ શું પાકિસ્તાની થઈ ગયા..?” જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, હા, પાકિસ્તાની ભાષા છે, એટલા માટે કે પુરાવા ના હોય આના, આના પુરાવા એટલે માટે ના હોય કે પાકિસ્તાની ધરતી પર જઈ આપણે ઓપરેશન કર્યુઆમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે…

ત્યારબાદ અમે આ અંગે ભાજપાના ગુજરાતના પ્રવકતા ભરત પંડયા જોડે વાત કરતા તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.. ઉપોરક્ત પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે, તે ખોટો છે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં નથી આવ્યુ.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે.  કારણ કે, 9 એપ્રિલના રોજ ગાંધીનગર ખાતેના ભાજપા કાર્યાલય કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવેલ મીડિયા સંબોધનમાં તેમણે કયાંય એવું નથી કહ્યુ કે, એર સ્ટ્રાઈકના પુરાવા માગનાર શહીદોના પરિવારજનો પણ પાકિસ્તાની છે. પરંતુ એટલુ જરૂર કહ્યું છે કે, જો એર સ્ટ્રાઈકના પુરાવા શહીદોના પરિવારજનો માંગે તો તે પણ પાકિસ્તાની ભાષા બોલે છે.

Avatar

Title:પુલાવામા હુમલાના શહીદોના પરિવારો વિશે ગુજરાતના સીએમએ શું કહ્યું…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False